નવી દિલ્હી

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી કોઈનું પણ મોત નહીંઃ કેન્દ્ર સરકાર

નવી દીલ્હી,તા.૨૧
કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મૃત્યુના કિસ્સા નોંધાયા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું છે કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું.
રાજ્યસભામાં સરકારે કહ્યું હતું કે રાજ્યઅને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નિયમિત ધોરણે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને કોરોનાને કારણે થતાં મૃત્યુ અંગેની માહિતી આપવામાં આવે છે. પરંતુ કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશએ આરોગ્ય મંત્રાલયને ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ વિશે માહિતી આપી નથી.
આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે પ્રથમ લહેરમાં ૩,૦૯૫ મેટ્રિક ટન ઓક્સિજનની માંગ હતી, જ્યારે બીજી લહેરમાં માંગ ૯,૦૦૦ મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી.
સરકારે કહ્યું કે બીજી કહેરમાં કેન્દ્ર દ્વારા રાજ્યમાં ૨૮ મે સુધી ૧૦,૨૫૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકને મહત્તમ ૧૨૦૦-૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યું હતો. જ્યારે, દિલ્હીને ૪૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button