નવી દિલ્હી

શાળાઓ ખોલવી કે નહીં ? કાલે થશે નક્કી

નવી દીલ્હી,તા.૨૧
આજે રાજ્યમાં બકરી ઈદની ઉજવણી થઈ રહી છે ત્યારે બુધવારના દિવસે મળતી મંત્રીમંડળની બેઠક જાહેર રજાના કારણે મળી નથી જે આવતીકાલે ગુરૂવારે બપોરે ૧૨ કલાકે મળશે જેમાં પાણી સરકાર ના પાંચ વર્ષ ઉજવણી તેમજ આગામી સપ્તાહ ધોરણ ૮ થી ૧૧ ની શાળા ઓફલાઈન શરૂ કરવાના મામલે પરામર્શ કરવામાં આવશે.
૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ એટલે કે નવ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરશે. જેમાં મહિલા, યુવાનો ,ખેડૂતો , આદિવાસી ,શિક્ષણ, વિકાસ, ગરીબી નિર્મૂલન જેવી અલગ અલગ થીમ પર કામ કરવામાં આવશે. આ માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મંત્રી કક્ષાએથી તેના પ્રેઝન્ટેશન લેવામાં આવી રહ્યા છે અને આખરે સમીક્ષાઓ થઈ રહી છે. આજના દિવસે રજા હોવા છતાં કેટલાક વિભાગો તેમની કામગીરી ચાલુ રાખશે જેમાં ખાસ કરીને આરોગ્ય, શિક્ષકો આદિજાતિ વિભાગ તેમજ યુવા સેવા સાંસ્કૃતિક મંત્રાલય કામ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલયમાં પહેલી ઓગસ્ટથી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણી થનાર છે. આ ઉજવણીના ભાગપે દરેક વિભાગ દ્રારા તેમણે પાંચ વર્ષ દરમિયાન કરેલી કામગીરી ખાસ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને લઇને કક્ષાના પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની સાથે સૌરભભાઈ પટેલ આર.સી.ફળદુ પ્રદિપસિંહ જાડેજા તેમજ ગણપતભાઈ વસાવા સમાવેશ કરવામાં આવ્યો છે જે સમગ્ર ઉજવણીને આખરી ઓપ આપી રહ્યા છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button