નવી દિલ્હી

હવે ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડેટ કરવામાં મદદ કરશે ટપાલી

૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં

નવી દીલ્હી,તા.૨૧
હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડેટ કરી શકાશે. ઇન્ડિયા પોસ્ટ અને યુનિક આઇડેન્ટિફિકેશન આથોરિટી આફ ઇન્ડિયાએ કરેલી ગોઠવણ પ્રમાણે આધાર કાર્ડધારકના મોબાઇલ નંબર અપડેટ કરવાની પરવાનગી ટપાલીને આપવામાં આવી છે. આ સેવા દેશની ૬૫૦ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (આઇપીપીબી), ૧.૪૬ લાખ ટપાલી અને ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) દ્રારા ઉપલબ્ધ રહેશે.
આઇપીપીબીના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીપીબી હાલ ફકત મોબાઇલ અપડેટ સેવા જ આપે છે,
પણ ટૂંક સમયમાં એ પોતાના નેટવર્ક દ્રારા ચાઇલ્ડ ઇનરોલમેન્ટ સર્વિસ પણ આપશે. ૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button