નવી દિલ્હી

મેઘાલય લેહ લદાખ બીકાનેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

નવી દીલ્હી,તા.૨૧
દેશના અલગ અલગ બે ખૂણામાં છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જેમાં રાજસ્થાનના બીકાનેરમાં ૫.૩નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે. આ ઉપરાંત મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ જાણકારી આપી.
સુત્રોના જણાવ્યાં મુજબ લેહ લદાખમાં સવારે ૪ઃ૫૭ વાગે ૩.૬નો આંચકો અનુભવાયો. યારે રાજસ્થાનના બીકાનેરમાં સવારે ૫ઃ૨૪ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. આ આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૩ની માપવામાં આવી છે.
આ અગાઉ મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સ વિસ્તારમાં મધરાતે ૨.૧૦ વાગે ભૂકંપનો આંચકો મહેસૂસ થયો હતો. જેની રિકટર સ્કેલ પર તીવ્રતા ૪.૧ની હતી. આ અગાઉ ૧૮ જુલાઈના રોજ ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા મહેસસ થયા હતા. જેની રિકટર સ્કેલ પર તીવ્રતા ૩.૯ની હતી. તે પહેલા હિમાચલ પ્રદેશ, અસમ, બંગાળ અને દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button