નવી દિલ્હી

પોર્ન ફિલ્મ કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાની પણ તપાસ થશે

સીઝ થયા ૭.૫ કરોડ રૂપિયા, તપાસમાં આવ્યું સામે ક્યાંથી થતું હતું બધું કામ

મુંબઇ,તા.૨૧
અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરાયા બાદ હવે તેની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની કોઈ ભૂમિકા છે કે કેમ તેની તપાસ પણ થશે તેમ પોલીસે જણાવ્યું છે. પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે.
શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રાની લગભગ તમામ કંપનીઓમાં હિસ્સેદાર હતી. પોલીસ હવે આ મુદ્દે એવી તપાસ કરી રહી છે કે શું શિલ્પા શેટ્ટીને આ વિશે કોઈ જાણકારી હતી? શું તે પણ આમાં ભાગીદાર છે? એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મામલે પૂછપરછ માટે પોલીસ જલદી જ શિલ્પા શેટ્ટીને સમન મોકલી શકે છે. પરંતુ, મુંબઈ પોલીસના જાેઈન્ટ કમિશનર મિલિંદ ભરાંબેએ જણાવ્યું કે શિલ્પા શેટ્ટીની ભૂમિકા હજુ સુધી તપાસમાં સામે આવી નથી, પણ હજુ વધારે તપાસ કરાઈ રહી છે.
તેમણે આગળ જણાવ્યું કે, રાજ કુન્દ્રાની ૨ કંપની લંડનમાં છે. પણ આખું કામ રાજ કુન્દ્રાની મુંબઈ સ્થિત ઓફિસથી ચાલતું હતું. માટે રાજ કુન્દ્રાના ૈં્‌ હેડ રાયન થોર્પની ધરપકડ કરવામાં આવી છે.
મિલિંદ ભરાંબેએ વધુમાં જણાવ્યું કે તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ નવી નવી મોડેલ અને યુવતીઓને વેબ સિરિઝ અને ફિલ્મમાં કામ અપાવવાના નામે બોલાવતા હતા અને પછી શૂટિંગ દરમિયાન અશ્લીલ વિડીયો બનાવતા હતા. જેમાં અત્યાર સુધીમાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રેડ દરમિયાન ઘણો ઈલેક્ટ્રિક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
મિલિંદ ભરાંબેએ જણાવ્યું કે, પોર્ન ફિલ્મ કેસમાં ફેબ્રુઆરી ૨૦૨૧માં કેસ દાખલ કરાયો હતો. આરોપ હતો કે તેમાં યુવતીઓને લઈને અશ્લીલ વિડીયો બનાવવામાં આવી રહ્યા હતા. જેમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠ સહિત ઘણાં આરોપી છે. આ વિડીયો બનાવીને એપ પર અપલોડ કરતા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button