Breakingઆણંદગુજરાત

વતનનુ રુણ અદા કરવાં માટે કોરોના કાળમાં આણંદ જીલ્લા માટે સોનુ સુુદ બન્યા: જાણો કોણ છે આ ચરોતરની ખમીર વ્યક્તિ

કોરોનાકાળ ની કપરી પરિસ્થીતી વિશે સૌ કોઈ જાણે છે કોરોના ની શરુઆત થી જ આમ જનતા એટલે કે મધ્યમ વર્ગનો માનવી હેરાન પરેશાન થઇ ચુક્યો છે પરંતુ હજી પણ ક્યાક એવા લોકો છે જે પોતાના વતન ને આ પરીસ્થિતિ માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે અને લોકોને મદદરૂપ બનવા માટે અથાગ પ્રયત્ન કરે છે

આજે એક એવા માણસ ની જ વાત કરીએ તો તનુજ જયેન્દ્ર પટેલ જે મુળ આણંદ ના રહેવાસી છે તેમનો જન્મ ૧૩-મે-૧૯૮૪ ના રોજ અમદાવાદ ખાતે થયો હતો જે છેલ્લા ૧૬ વર્ષથી અમેરિકા ખાતે સ્થાયી છે અને આજે એ જાેશીલા યુવાન તનુજ પટેલ ની ઉંમર ૩૭ વર્ષીય છે વર્ષોથી પોતાના પિતા ફાઈનાન્સ ના બીઝનેસ સાથે જાેડાયેલા છે જેથી પરિવાર પણ તન મન ધન થી સુખી સપંન્ન છે અને તનુજ પટેલ અમેરીકન સીટીઝન પણ છે સાથે તેઓ ટી સ્કેવર હોસ્પિટલ ના માલીક પણ છે અને અમેરિકા ખાતે અનેક સંસ્થાઓ સાથે જાેડાયેલા છે તેઓના પરિવાર મા પહેલેથી જ સેવાભાવનાઓ જાેડાયેલી છે અને એ જ સેવાઓને લઈને તેઓ એ રુટસ ફાઉન્ડેશન ની સ્થાપના કરી અને લોકોની સેવા કરવાનો મક્કમ ર્નિણય કર્યો

ત્યારબાદ તેઓ ભારત ની મુલાકાતે હતા અને કોરોના કાળ ની શરુંઆત થતાની સાથે જ ઓચિંતુ લોકડાઉન આવી જતાં તેઓ ભારત રોકાઈ ગયા હતા અને અનિવાર્ય સંજાેગોમાં લોકડાઉન દરમિયાન તેઓ આણંદ ના જનતા ચોકડી પાસે થી પસાર થઇ રહ્યા તે દરમિયાન ૩૦ જેટલા શ્રમજીવીઓ ને તેઓ એ જાેયા ત્યારબાદ તનુજ પટેલ શ્રમજીવીઓ ને મળ્યા ત્યારે શ્રમજીવીઓ દ્વારા તેમને જણાવ્યું કે તેઓ છેલ્લા ૪૮ કલાક થી ભુખ્યા છે આ વાત તનુજ પટેલ જાણતા જ ચોકી ઉઠયા હતા અને તુરંત જ તેમને બન્ને ટાઈમ જમાડવાની જવાબદારી લીધી હતી આ બનાવ તેમની પાસે બન્યાં પછી તેમને લાગ્યું કે હવે મારે મારા વતન નુ રુણ ચુકવવાનો વારો આવ્યો છે તેમ માનીને તેઓ કોરોના કાળ દરમિયાન અનેક સેવાકીય પ્પ્રવૃતિઓ ની શરુઆત કરી હતી.

Advertisement
પૂર્વ મંત્રી સ્વ. રોહિતભાઈ પટેલ સાથે તનુજ પટેલ

તનુજ પટેલએ સ્વર્ગસ્થ પુર્વમંત્રી રોહિત પટેલના ભત્રીજા છે
રુટ્‌સ ફાઉન્ડેશનના ફાઉન્ડર તનુજ પટેલ એ એક એનઆરઆઇ પરિવાર માંથી આવે છે.તનુજ પટેલ એ સ્વર્ગસ્થ ધારાસભ્ય,પુર્વમંત્રી રોહિતભાઇ પટેલના સગા ભત્રીજા છે. તનુજ પટેલે આ બાબતે વધુમાં જણાવ્યું છે કે,મને આ કામ કરવાનો જુસ્સો પ્રેરણા એ મારા કાકા રોહિતભાઇ પટેલમાંથી મળી છે. એમને જે સેવાકીય કાર્યો શરુ કર્યા હતા.એ સેવા કાર્યો હું પણ શરુ રાખીશ.અને મારા કાકા રોહિતભાઇ પટેલની કયારેય જરુરીયાતમંદોને ખોટ  નહી પડવા દઉ.

 

Advertisement
ભૂખ્યા સુધી ભોજન પોહ્ચાડતા તનુજ પટેલ
ભૂખ્યા સુધી ભોજન પોહ્ચાડતા તનુજ પટેલ

ભુખ્યાની જટ્ઠારાઅગ્નિ ઠારવા  માટે તનુજ પટેલ સદાય અગ્રેસર,૫,૨૭,૫૮૯ લોકો સુધી નિઃશુલ્ક ભોજન પહોંચાડયું
કોરોનાના કાળ દરમ્યાન જયારે પ્રથમ લોકડાઉનની શરુઆત થઇ ત્યારે ઘણાં એવા શ્રમજીવી ભિક્ષુકો અને અનેક લોકોને જમવાની ખુબ મોટી તકલીફ પડી હતી. કયાંક તો એવું બન્યુ છે. કેટલાક લોકો ૪૮-૪૮ કલાક સુધી ભુખ્યા રહયા છે. પરંતુ તનુજ પટેલ અન્નદાતા બનીને  લોકો માટે હાજર રહ્યા છે. અને તનુજ પટેલે  લોકડાઉન દરમ્યાન દરરોજ પંદર હજારથી વધુ લોકોને ભોજન પહોંચાડતા અને કોઇપણ માણસ લોકડાઉન દરમ્યાન  પણ ભુખ્યો ન સુઇ જાય તેનું તેઓ જાતે જ ધ્યાન રાખતા હતા. બપોર અને રાત્રે ભોજન પહોંચાડવામાં તેઓએ કયારેય કચાસ રાખી નથી. આ સાથે આપણે સૌ જાણીએ છીએ કોરોનાની બીજી લહેર એ કેટલાય પરિવારો માટે ઘાતક સાબિત થઇ હતી. આ લહેરમાં પણ કેટલાક એવા પરિવારો હતા. કે તેમનો પુરો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો હોય અને જમવા બનાવવા માટેની પણ ખુબ મોટી તકલીફ પડી રહી હોય આ પરિસ્થિતિને પણ તનુજ પટેલે પોતાની સમજીને ટીફીન સેવાની શરુઆત કરી અને  બીજી લહેરમાં પણ તેઓએ ૨૭૫૮૯ ટીફીન ઘરે ઘરે પહોંચાડયા અને અન્ન દાતા તરીકે તેઓ સાબિત થયાં. આજ સેવાને લઇને તનુજ પટેલનું નામ લોકોના મુખે પહોંચ્યુ છે.

પોતાની લાડકવાયી દીકરી તનીશી પટેલ સાથે તનુજ પટેલ
પોતાની લાડકવાયી દીકરી તનીશી પટેલ સાથે તનુજ પટેલ

સેવાના ભેખધારી તનુજ પટેલને  સેવાકીય પ્રવૃત્તિઓ ફળી બે વખત ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા
સેવાના ભેખધારી એવા તનુજ પટેલ લોકો માટે હર હંમેશ સેવા કરવા માટે તત્પર રહયા છે. ત્યારે તનુજ પટેલ પણ બે વખત ગંભીર એવી બિમારીમાંથી બહાર આવ્યા છે. મે ૨૦૨૦ લોક ડાઉનનો સમય હતો ત્યારે રુટ ફાઉન્ડેશન દ્વારા દિવસના પંદર હજારથી વધુ લોકોને ભોજન પહોંચાડવામાં આવતું હતું. અને ત્રણ ત્રણ રસોડા પણ ચાલતા હતા. પરંતુ એક દિવસ અચાનક  રાત્રિ દરમ્યાન તનુજ પટેલને નોર્મલ પેરાલીસીસનો સ્ટોક આવતાં જ શરીરનો જમણો ભાગ  પેરાલીસીસનો ભોગ બન્યો હતો. પરંતુ તે સમયે તેમનો પરિવાર પણ અમેરિકા હતો. આ વાત  અમેરીકામાં રહેતા પરિવારને ફોન કરીને જાણ કરી અને તુરંત જ તેઓએ સારવાર શરુ કરી આ સમયે પણ તેમની દિકરી તનીસીએ તેમને ફોન કરી અને જે આશ્વાસન આપ્યું “ પપ્પા ડોન્ટ વોરી યુ વીલ બી ઓકે સુન તુ બધાને મમ્મમ  કરાવીને આવજે ”. આટલું કહેતા જ તનુજ  પટેલનો  ઉત્સાહ  ડબલ થઇ ગયો હતો. અને ટુંક સમયમાં તનુજ પટેલ આ ગંભીર બીમારીમાંથી બહાર આવીને લોકોની સેવામાં ફરી જાેડાઇ ગયા હતા. આવો જ એક કિસ્સો વર્ષ ૨૦૨૧માં  જુન મહિનામાં બન્યો હતો. જેમાં રુટસ ફાઉન્ડેશન દ્વારા બોરસદ તાલુકાના દેવરડીયા અને પોરડા ગામે સેનીટાઇઝરના કાર્યક્રમમાં હાજરી આપવા તનુજ પટેલ જઇ રહ્યા હતા ત્યારે  રસ્તામાં જ  તેમની તબિયત લથડતાં તેઓ બેભાન થઇ જવા પામ્યા હતા. તરુંત જ  ગાડીના  ડ્રાઇવર અને રુટ્‌સ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા તેમને કરમસદ  મેડીકલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે પણ ફકત  બે જ દિવસની સારવાર બાદ તેઓ ફરી લોકોની સેવામાં જાેડાઇ ગયા હતા. આમ,  તનુજ પટેલ પણ બે ગંભીર બિમાારીઓમાંથી બહાર આવ્યા છે.

Advertisement

રુટસ ફાઉન્ડેશનના કાર્યકરો,એજ મારો હાથ છે : તનુજ પટેલ
રુટસ ફાઉન્ડેશન  વિશે તનુજ પટેલે જણાવ્યું હતું કે, રુટસ ફાઉન્ડેશનના કાર્યકરો એજ મારો હાથ છે. રુટસ ફાઉન્ડેશનમાં ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ રાતદિવસ લોકોની  સેવામાં જાેડાઇ છે. આ સાથે રુટસ ફાઉન્ડેશનમાં પચ્ચીસથી વધુ કાર્યકતાઓ પગારદાર પણ છે. રુટસ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પ,માસ્ક વિતરણ,ટીફીન સેવા જેવા અનેક સેવાકીય કાર્યો સફળ બનાવવામાં આવે છે. જેનું સમગ્ર નેતૃત્વ ,સંચાલન અને માર્ગદર્શન તનુજ પટેલ દ્વારા  આપવામાં આવે છે. ત્યારે જ અમે જનજન સુધી પહોંચી લોકોની સેવા કરવામાં સફળ રહીએ છીએ. આ સાથે જ રુટસ ફાઉન્ડેશનમાં જાેડાવવા માટે પણ તેમની વેબસાઇટ ઉપર પણ સમગ્ર માહિતી આપેલી છે. અને સૌ કોઇ લોકો રુટસ ફાઉન્ડેશનમાં જાેડાઇ શકે છે. અને નિસ્વાર્થ ભાવે સેવા પણ કરી શકે છ.ે

હું ૩૭ વર્ષનો છું,મેં મારી જીંદગી જીવી લીધી હવે આખી જીંદગી મારા વતનની સેવા કરવામાં વીતાવવાની છે : તનુજ પટેલ
આ બાબતે ચરોતરનો અવાજ દ્વારા સેવાભાવી માણસ તનુજ પટેલ સંપર્ક સાંધતા તનુજ પટેલે મુખ્ય ઉદેશ થકી જણાવ્યું હતું કે, મારી ઉંમર ૩૭ વર્ષની છે. મારા પરિવારમાં અમે પાંચ સભ્યો છે. મારો પરિવાર પહેલેથી જ તનમન અને ધનથી સુખી સંપન્ન છે. મારા પિતા પણ પહેલેથી સેવા સંવેદનાઓ સાથે જાેડાયેલા છે. મેં મારી ઉંમર ૩૭ વરસમાં જીવી લીધી છે. મેં મારી જીંદગી હવે આ મારા વતનને મારા વતનનું ઋણ ચુકવવા માટે અર્પણ કરવાનો મકકમ નિર્ણય  કરી લીધો છે. જેથી હવે  બસ મારો એક જ મકસદ છે, કે હું મારા વતનને મારુ કેવી રીતના ઋણ ચુકવી શકું અને મારાથી બનતાં અથાગ પ્રયત્નોથી મારા દેશની અને મારા વતનની સેવા કરીશ.એટલે રુટસ ફાઉન્ડેશન થકી આ સેવાકીય કાર્યો અવરિત પણે ચાલુ રહેશે.

Advertisement

ટીસ્કેવર હોસ્પિટલમાં પણ અત્યાર સુધીમાં ૧.૫ કરોડથી વધુ બીલ માફ કર્યા
તનુજ પટેલએ ટીસ્કેવર હોસ્પિટલના માલિક પણ છે. તેમનો હેતુ છે કે લોકોના સ્વાસ્થ્ય સારા અને સ્વસ્થ રહે તે હેતુથી કાર્ય કરવામાં આવે. ટીસ્કેવર હોસ્પિટલ એ કોવિડ હોસ્પિટલ પણ છે. કે જ્યાં ઘણા બધા કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. ત્યારે અત્યાર સુધીમાં તનુજ પટેલ દ્વારા ટીસ્કેવર હોસ્પિટલમાં સારવાર લેનાર કેટલાક જરુરીયાતમંદોના ૧.૫ કરોડથી વધુ બીલ માફ કર્યા છે. આ સાથે ટીસ્કેવર હોસ્પિટલમાં નીકુંજ જાેષી નામના એક દર્દી ટીસ્કેવર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પરંતુ બાદમાં તેઓએ ટીસ્કેવર હોસ્પિટલમાંથી  સ્વસ્થ થયા વગર રજા માંગી તો  તનુજ પટેલે તેમને પુછતાં જાણ થઇ કે,કે તેમની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી છે જેથી તે બીલ ભરી શકે તેમ નથી. તુરંત તનુજ પટેલે  હોસ્પિટલના સ્ટાફને જણાવ્યું આ દર્દી પાસેથી બીલ નથી લેવાનું. અને તેમનું ૮.૫ લાખ બીલ માફ કર્યુ. આ સાથે  તેઓને જાણ થતાં આ દર્દીનો  આજે જન્મદિવસ છે. તુરંત તનુજ પટેલ દ્વારા હોસ્પિટલ સ્ટાફને સુચના આપી કે તેમના જન્મદિવસની  ઉજવણી તેમના બેડ ઉપર કરવામાં આવે ત્યારે સ્ટાફ દ્વારા કોરોના દર્દી નિકુંજ જાેષીના જન્મ દિવસની ઉજવણી તેમના બેડ ઉપર કેક કાપી અને બલુનો  લગાવીને ઉજવવામાં આવી. આ વાતની સાક્ષી નિકુંજ જાેષીની દિકરી નીધી જાેષી પણ  બની હતી. આવા જ કાર્યોથી તનુજ પટેલ લોકોના મસીહા બની ગયા.

જરુરીયાતમંદોને ઓનલાઇન શિક્ષણ માટે રુટસ ફાઉન્ડેશન દ્વારા ત્રણ ટેબલેટ અને પાંચ ફોન અપાયા
તનુજ પટેલ સેવાભાવી સંવેદના સાથે જાેડાયેલા છે. ત્યારે તેઓ જ્યારે પ્રવાસ દરમ્યાન હોય ત્યારે કેટલાક જરુરીયાતમંદો દ્વારા તેમને જાણ કરવામાં આવતી કે કોરોના કાળમાં ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે કેટલાક લોકો પાસે ફોન ટેબલેટ કે કોઇ વ્યવસ્થા હોતી નથી. આ જરુરીયાતને તનુજ પટેલે પોતાની જરુરીયાત સમજીને તુરંત જ જરુરીયાત મંદ વિદ્યાર્થીઓને  શિક્ષણ મેળવવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુથી તુરત જ ટેબલેટ તથા મોબાઇલની વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓને આપવાની તજવીજ હાથ ધરી અત્યાર સુધીમાં ત્રણ જેટલા ટેબલેટ અને પાંચ જેટલા ફોન જરુરીયાતમંદોને પહોંચાડયા છે. ટેબલેટની કિંમત રુપીયા૨૨ હજાર એટલે ફોનની કિંમત રુ.૧૨ હજાર છે. હજીપણ આવા કોઇ જરુરીયાતમંદને ઓનલાઇન શિક્ષણ માટે ફોન કે ટેબલેટ આપવા માટે તેઓ તત્પર છે.

Advertisement

૨૫૦ થી વધુ ગામોને  સેનીટાઇઝર કરી અને સાત લાખથી વધુ માસ્ક વિતરણ કર્યુ
તનુજ પટેલ દ્વારા કોરાના કાળથી લઇ અત્યાર સુધીમાં ૨૫૦ થી વધુ ગામોને સેનેટાઇઝર કરવામાં આવ્યા.જેથી કરીને લોકો આ કોરોનાથી બચી શકે. આ સાથે કોરોના કાળમાં માસ્ક એ કોરોનાથી બચવા માટે સૌથી મોટુ હથીયાર બન્યુ છે ત્યારે તનુજ પટેલ દ્વારા અત્યાર સુધીની અંદર સાત લાખથી વધુ માસ્ક લોકો સુધી  પહોંચાડવામાં આવ્યા છે. અને લોકોને માસ્ક પહેરવા માટે પણ અવગત કરવામાં આવ્યા છે. આ સાથે તનુજ પટેલે પણ ૨૫૦ થી વધુ ગામડાઓનો પ્રવાસ કરી કોઇપણ માણસને કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે હેતુસર આ કાર્ય કરવામાં આવ્યું છે.

આણંદ જીલ્લો સ્વસ્થ રહે તે હેતુસર ૫૦ થી વધુ ગામોમાં અને આણંદ શહેરના દરેક વોર્ડમાં મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યુ: આઠથી વધુ ગામો દત્તક લીધા
કોરોના કાળમાં મેડીકલ ક્ષેત્ર ખુબ ખર્ચાળ રહ્યુ છે. ત્યારે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને  જાે પોતાના પરિવારની  દરેક સભ્યોની સ્વાસ્થ્યની તપાસ કરાવી હોય, તો તે પરવેડ તેમ નથી.  આ વાત તનુજ પટેલને ધ્યાને આવતાં જ તેમના દ્વારા આણંદ જીલ્લાના છેવાડાના ગામડા સુધી નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું  આયોજન કર્યુ. તથા આણંદ કરમસદ નગરપાલિકાના દરેક વોર્ડની અંદર નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યુ.જેમાં ચાર હજારથી વધુ લોકો આ મેડીકલ ચેક્અપ કેમ્પના  સહભાગી બન્યા સાથે  મેડીકલ ચેકઅપ કેમ્પના  દરેક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. અને જાે કોઇ મોટી બિમારીના રીપોર્ટ કરાવવાનો હોય કે પછી તેનો ઇલાજ કરાવવાનો હોય તે પણ નિઃશુલ્ક ઇલાજ  થઇ શકે તે હેતુથી તનુજ પટેલ દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવે અને લોકોના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે હેતુથી આઠ થી વધુ ગામડાઓ દત્તક પણ લીધા. અને એ ગામડાઓમાં પ્રાથમિક દરેક ઇલાજ મળી રહે એ હેતુથી કાર્ય કરવામાં આવ્યું

Advertisement

રુટસ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં બે મોટી યોજનાઓ પણ લોંચ કરવામાં આવશે
તનુજ પટેલ સેવાકીય કાર્યો માટે જાણીતા છે ત્યારે તેઓ રુટસ ફાઉન્ડેશન થકી બે મોટી યોજના પણ લોકો માટે લોંચ કરવા જઇ રહ્યા છે. જેમાં મહિલાઓ કે જેને ખરેખર જરુરીયાત મંદ છે. અને સરકારના મહીલા સશકતી કરણને આણંદ જીલ્લામાં સક્ષમ બનાવવા માટે તેઓ આણંદ જીલ્લાની મહિલાને સક્ષમ બનાવવા માટે મહિલાઓ માટે એક મોટી યોજના પણ તેઓ આગામી સમયમાં રુટસ ફાઉન્ડેશન થકી લોંચ કરવા જઇ રહયા છે. આ સાથે જ તેઓ શિક્ષણ ઉપર ભાર મુકી ગામડાનો કોઇપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે.અને તે શિક્ષણ મેળવવામાં સફળ બને  તે હેતુથી છેવાડાના ગામડાઓના વિદ્યાર્થીઓ માટે પણ આગામી સમયમાં એક ખુબ મોટી વિદ્યાર્થીઓ માટે યોજના લોંચ કરવા જઇ રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button