નવી દિલ્હી

ખેડૂતોને મવાલી કહેવા પર ભડકયા અમરિંદર સિંહ,મીનાક્ષી લેખી પાસે માગ્યું રાજીનામું

 

નવી દીલ્હી,તા.૨૩
પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીના રાજીનામાની માગ કરી છે. અમરિંદરસિંહ ખેડુતોને મવાલી કહેવા અંગે ખૂબ જ ગુસ્સે છે, તેથી જ તેમણે લેખી ના તાત્કાલિક રાજીનામાની માગ કરી. દિલ્હીના જંતર મંતર પર ખેડુતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકાર પર થયેલા કથિત હત્પમલાની નિંદા કરતા મીનાક્ષી લેખીએ તેમને મવાલી ગણાવ્યા હતા.
ભાજપ પર પ્રહાર કરતા સીએમ અમરિન્દરે કહ્યું કે મીનાક્ષી લેખીનું આ નિવેદન પક્ષની ખેડૂત વિરોધી માનસિકતા દર્શાવે છે. તેમણે ભાજપ નેતાના આવા શબ્દોના ઉપયોગને ખેડુતો માટે શરમજનક ગણાવ્યા. મુખ્યમંત્રીએ એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું છે કે છેલ્લા ૮ મહિનાથી ખેડુતો શાંતિપૂર્ણ રીતે નવા કૃષિ કાયદાઓ નો વિરોધ કરી રહ્યા છે.
સીએમ અમરિંદરએ ખેડુતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકાર પર હત્પમલો નિંદાત્મક ગણાવ્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટ્ર કયુ કે આ ઘટનામાં જે પણ દોષી છે તેની સામે કડક કાર્યવાહી થવી જાેઇએ. આ સાથે તેમણે કહ્યું કે આ હત્પમલા અંગે કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીની પ્રતિક્રિયા સંપૂર્ણપણે ઉશ્કેરણીજનક છે. સીએમ અમરિન્દરસિંહે કહ્યું કે મીનાક્ષી લેખીને ખેડૂતોને બદનામ કરવાનો કોઈ અધિકાર નથી

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button