નવી દિલ્હી

વાયરસના નવા સ્વરૂપો વિરૂધ્ધ બુસ્ટર ડોઝની જરૂર પડશે: એમ્સના ડો. ગુલેરિયા

નવી દિલ્હી,તા. ૨૪
એમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દેશની બીજી પેઢીને કોરોનાના બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. એમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભવિષ્યમાં સામે આવનારા કોરોનાના અલગ અલગ વેરિએન્ટને ધ્યાનમાં રાખતા દેશની બીજી પેઢીને કોરોનાના બૂસ્ટર ડોઝની જરુર પડી શકે છે. એએનઆઈ સાથેના એક ઈન્ટરવ્યૂહમાં ગુલેરિયાએ કહ્યું કે એવું લાગે છે કે આપણને કદાચ બૂસ્ટર ડોઝની જરુર પડી શકે છે. કેમ કે સમય જતા ઈમ્યુનિટિ ઓછી થતી જઈ રહી છે. તેવામાં આપણે બૂસ્ટર ડોઝ લેવો જાેઈએ. જે આપણું રક્ષણ કરે.
ગુલેરિયાએ કહ્યું કે આપણી પાસે બીજી પેઢીની રસી હશે.જે તેમના દ્વારા આપવામાં આવનારી ઈમ્યૂનિટી, નવા વેરિએન્ટથી રક્ષા અને સંપૂર્ણ અસરથી મામલાના વધારે સારા કરી શકે છે. બૂસ્ટર ડોઝ લઈને અનેક દેશમાં પહેલાની વાતચીત ચાલી રહી છે. બની શકે છે કે આ વર્ષના અંત સુધીમાં તેની જરુર રહે. પરંતુ એકવાર સમગ્ર વસ્તીનું રસીકરણ થઈ જાય એ બાદ આ શકય બની શકે છે. નેકસ પગલું બૂસ્ટર ડોઝ રહેશે.
એમ્સના ડાયરેકટરે કહ્યું કે બહું જલ્દી બાળકો માટેના કોવૈકિસનના પરિક્ષણ પુરા થશે અને સપ્ટેમ્બર સુધીમાં તેના પરિણામ આવવાની આશા છે. હવે સમય છે કે બાળકોને જલ્દીમાં જલ્દી રસી લગાવવામાં આવશે. કેમકે ભારતમાં તેના પરિક્ષણ છેલ્લા ચરણમાં છે. સપ્ટેમ્બર સુધી અમારી પાસે ડેટા હશે. તેમજ તેમણે કહ્યું કે અમદાવાદ સ્થિત ઝાયડસે પણ બાળકોની રસીના ડેટા રજુ કરી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી છે.
ડો.ગુલેરિયાએ કહ્યું કે આવનારા કેટલાક અઠવાડિયામાં સપ્ટેમ્બરના અંત સુધીમાં બાળકો માટે રસી ઉપલબ્ધ થઈ જશે.એ બાદ આપણે તબક્કાવાર સ્કૂલો ખોલવા જાેઈએ. આનાથી બાળકોને વધારે સુરક્ષા મળશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button