નવી દિલ્હી

દેશમાં ૧૮થી વધુની વયના તમામને ડિસેમ્બર સુધીમાં રસી અપાઈ જશે

 

નવી દીલ્હી,તા.૧૨
સંસદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત, વાયરસના સ્વરૂપમા બદલાવ અને સંવેદનશીલ વસ્તી ત્રીજી લહેરનું કારણ બની શકે
દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર શાંત પડી ગઈ છે ત્યારે સંસદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એવી જાહેરાત કરી હતી કે ડિસેમ્બર માસ સુધીમાં દેશમાં ૧૮ વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસી આપી દેવામાં આવશે અને સરકાર તેના માટે સતત પ્રયત્નશીલ છે.
લોકસભામાં એક લેખિત ઉત્તરમાં મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ૧૮ વર્ષ અને તેનાથી વધુની વયના તમામ લોકોને રસી આપવા માટેની વ્યવસ્થા નિર્માણ થઇ રહી છે અને તમામ રાજયોને પૂરતા પ્રમાણમાં રસી આપવામાં આવે છે અને આ પ્રક્રિયા યથાવત રહેશે.
તેમણે એક પ્રશ્નના જવાબમાં એમ પણ કહ્યું કે રાયોમાં રસી ની પરિસ્થિતિ શું છે અને કેવી છે તે બારામાંવારંવાર સમીક્ષા કરવામાં આવે છે અને જરી સુચના આપવામાં આવે છે. કેટલાક રાયોમાં રસી નો બગાડ થયો હોવા છતાં તેમને રસીની કોઈ ઘટ પડવા દેવામાં આવી નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી એ બીજી મહત્વની વાત કરતા કહ્યું હતું કે દેશમાં વાઇરસની ત્રીજી લહેર ફકત બે કારણોને લીધે જ આવી શકે એમ છે.
પહેલું કારણ તો એ છે કે કોરોનાવાયરસ માં વારંવાર સ્વપમાં બદલાવ થઈ રહ્યો છે અને બીજી બાજુ આપણા દેશમાં અતિસંવેદનશીલ વસ્તી છે.એમને કહ્યું કે રસીકરણથી દેશમાં દર્દીને ગંભીર બનવાથી રક્ષણ મળે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની ટકાવારી માં પણ ખૂબ જ ઘટાડો થઈ જાય છે માટે બધા લોકોએ ગંભીરતાપૂર્વક રસી લેવી જરી છે.
તેમણે સંસદ માં એવી માહિતી પણ આપી હતી કે દેશમાં સંતોષકારક રીતે એન્ટીબોડી ઢગલો થઈ રહી છે અને તેની ટકાવારી માં સંતોષજનક વધારો દેખાઈ રહ્યો
છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button