નવી દિલ્હી

મોટા ભાગે પાર્ટનરની સાથે પ્લાન હાલમાં બની રહ્યા છે…. મોનસુનમાં કપલ ટ્યુરિઝમનો ટ્રેન્ડ

ઘરમાં બેસીને પાર્ટનરના હાથે ચા અને પકોડા ખાવાના બદલે કોઇ સારા સ્થળ પર ઉપડી પડવાનો હાલમાં આદર્શ સમય છે

 

 

Advertisement

મોટાભાગના લોકોને વરસાદમાં પળડવાનુ ખુબ પસંદ પડે છે.વરસાદમાં પળડીને રોમાંચ અનુભવ કરવાનુ કોને ન ગમને. વરસાદની બુન્દો વચ્ચે પાર્ટનરની સાથે પળડવાની મજા જ જુદી છે. જાે આવી તમારી પણ ઇચ્છા છે તો ઘરમાં બેસીને પાર્ટનરના હાથે ચા અને પકોડા ખાવાના બદલે કોઇ સારા સ્થળ પર પ્રવાસ માટે ઉપડી પડવાની જરૂર છે. આ એક આદર્શ સમય પણ છે. અમે આપને અહીં મુંબઇ અને અન્ય ભારે વરસાદવાળા વિસ્તારમાં જવા માટે બિલકુલ કહી રહ્યા નથી. આ જગ્યા પર તો વરસાદ હાલમાં આફત સમાન છે. અમે આપને એવા સ્થળ પર જવા માટે કહી રહ્યા છીએ જ્યાં જઇને આપ પાર્ટનરની સાથે કેટલાક રોમેન્ટિક પળને માણી શકો. હાલમાં ભારતમાં કપલ ટ્યુરિઝમનો પ્રવાહ અથવા તો ટ્રેન્ડ વધી રહ્યો છે. આવી સ્થિતીમાં કોઇ શાનદાર સ્થળ પર ઉપડી જવાની જરૂર છે. મોનુસનની સિઝનમાં લોકો સાર જગ્યાએ જવા માટે વારંવાર આયોજન કરતા રહે છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં આશરે ૩૯ ટકા લોકો મોનસુનમાં રોમાંચક વાતાવરણઁની મજા માણવા માટે ઉત્સુક રહે છે. સાથે સાથે આ લોકો તેમના પાર્ટનરની સાથછે શોર્ટ બ્રેક પર એટલે કે ૩-૪ દિવસ માટે કોઇ શાનદાર જગ્યાએ જવાનુ પસંદ કરે છે. બીજી બાજુ ૨૩ ટકા લોકો એવા છે જે પોતાની ફેમિલી સાથે યોગ્ય સ્થળ પર ઉપડી જવા માટે તૈયાર હોય છે. આ ઉપરાંત ૧૮ ટકા લોકો એવા છે જે સોલો એટલે કે એકલા જ મોનસુનની મજા માણવા માટે કોઇ શાનદાર સ્થળ પર રવાના થઇ જાય છે. સ્થળની વાત કરવામાં આવે તો કેટલાક સ્થળોના નામ તો પહેલાથી જ દિલોદિમાગમાં આવી જાય છે. મોનસુન દરમિયાન ફરવા માટેની સૌથી યોગ્ય જગ્યામાં ગોવા પ્રથમ સ્થાન પર છે. જ્યાં મોનસુન દરમિયાન જનાર પ્રવાસીઓની સંખ્યામાં ૧૬ ટકા સુધીનો નોંધપાત્ર વધારો જાેઇ શકાય છે. ગોવા લોકોની પ્રથમ પસંદ છે. ગોવા બાદ કોઇ સ્થળ છે તો તે શિલોંગ છે. જ્યાં વરસાદની સિઝનમાં ફરવા જતા લોકોની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો થઇ જાય છે. જ્યારે નવ ટકાના વધારા સાથે આસામના પાટનગર ગુવાહાટીને ત્રીજા સ્થાન પર રાખવામાં આવ્યુ છે. પુડ્ડુચેરી પણ મોનસુનમાં ફરવા માટેના ફેવરીટ સ્થળો પૈકી એક તરીકે રહે છે. ચેન્નાઇથી આશરે ૨૫ ટકા કપલ્સ અને બેંગલોરમાંથી આશરે ૧૮ ટકા કપલ્સ મોનસુન દરમિયાન ટુકા બ્રેક પર પુડ્ડુચેરી જવાનુ પસંદ કરે છે. તે તેમના વચ્ચે ફેવરીટ છે. તેની લોકપ્રિયતા પહેલાથી જ રહી છે. જ્યારે દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં રહેતા લોકો માટે ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે ગોવા છે. ગોવામાં મોટા ભાગે મોનસુનન સિઝનમાં હાઉસફુલની સ્થિતી રહે છે. મોનસુનને લઇને હમેંશા યુવા પેઢી રાહ જાેતી રહે છે. વરસાદમાં એન્જાેયની મજા અલગ પ્રકારની રહે છે. સમર અને વિન્ટર વેકેશન રજા માટે પિક સિઝન તરીકે ગણવામાં આવે છે. આ ગાળા દરમિયાન ફરવા માટેનો ખર્ચનો આંકડો પણ વધારે રહે છે. જ્યારે મોનસુનની સિઝનમાં ટ્રાવેલ્સ પર ખર્ચ ઓછો રહે છે. કારણ કે મોનસુનની સિઝનમાં ફરવા માટે જવા ઇચ્છુક લોકો ઓછા હોય છે. આ ગાળા દરમિયાન હોટેલમાં રહેવા અને યાત્રા સાથે સંબંધિત ખર્ચ મર્યાદિત હોય છે. મોનસુનની સિઝનમાં કેટલીક સ્થાનિક ફ્લાઇટોમાં મોનસુન સેલની જાહેરાત પણ કરવામાં આવે છે. જેમાં ટ્રાવેલિંગનો ખર્ચ પણ ઓછો રહે છે. મોનસુનની સિઝનમાં કપલ ટ્યુરિઝમની બોલબાલા હવે વધી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button