નવી દિલ્હી

હિમાલય જેટલુ દેવુઃ વોડાફોન આઈડીયા દેવાળુ ફુંકવાની તૈયારીમાં

 

નવી દિલ્હી, તા. ૨૪
વોડાફોન આઈડીયા, ભારતીય એરટેલ સહિતની ટેલીકોમ કંપનીઓ દ્વારા સરકારને ચૂકવવાના થતા એજીઆર પેટેના બાકી લેણાની ગણતરીમાં કથીત ભૂલો થઈ હોવાનો આરોપ મુકતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફગાવી દેતા આ કંપનીઓને માઠી અસર થઈ છે. વોડાફોન આઈડીયાએ ૫૮૭૫૪ કરોડ, એરટેલે ૪૩૯૮૦ કરોડ, આરકોમે ૨૪૧૯૪ કરોડ, ટાટા ટેલીકોમે ૧૨૬૦૧ કરોડ અને એરસેલે ૧૨૩૮૯ કરોડ ચુકવવાના થાય છે. સુપ્રિમ કોર્ટે એજીઆર મામલે ટેલીકોમ કંપનીઓની અરજી ફગાવી દેતા ભારે દેવામાં ડૂબેલ ટેલીકોમ કંપની વોડાફોન આઈડીયાની મુશ્કેલી વધતી જાય છે. કોર્ટે અરજી ફગાવી દેતા વોડાફોન આઈડીયાની ફંડ મેળવવાના પ્રયાસોને અસર થઈ શકે છે. એનાલીસ્ટોનું કહેવુ છે કે વોડાફોન આઈડીયા પાસે હવે દેવાળુ ફુંકવાની અરજી કર્યા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.
એનાલીસ્ટોનું કહેવુ છે કે ટેલીકોમ માર્કેટમાં જારી સ્પર્ધાને જાેતા કંપની હાલ ટેરીફ વધારવાની સ્થિતિમાં નથી. એવામાં જાે સરકાર તરફથી કોઈ મોટુ રાહત પેકેજ નહિ મળે તો આવતા વર્ષે એપ્રિલ પછી આ કંપનીએ પોતાનુ વજુદ ટકાવવાનું મુશ્કેલ બનશે. અમેરિકાની રીસર્ચ ફર્મ વિલીયમ ઓનીલ એન્ડ કંપનીની ભારતીય યુનિટમાં રીસર્ચના હેડ મયુરેશ જાેષીનું કહેવુ છે કે વોડાફોન આઈડીયા પાસે વિકલ્પ ઝડપથી ઘટી રહ્યા છે. એજીઆર પર સુપ્રિમ કોર્ટના ફેંસલાથી કંપનીની ફંડ મેળવવાની તૈયારીને અસર થઈ શકે છે. તેમ ઈકોનોમિક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે.તેમણે કહ્યુ હતુ કે કંપનીએ આવતા વર્ષે એપ્રિલ સુધીમાં ૨૪૦૦૦ કરોડ ચૂકવવાના છે અને ફંડીંગ વગર તે પુરા કરવાનું મુશ્કેલ છે. જાે કંપની પાસે બધા વિકલ્પો બંધ થઈ જાય તો પછી ટેલીકોમ સેકટરમાં માત્ર બે જ કંપનીઓ એટલે કે રીલાયન્સ જીયો અને એરટેલ બચી જશે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે વોડાફોન અને એરટેલની અરજી ફગાવી દીધી હતી. આ કંપનીઓએ ટેલીકોમ વિભાગ દ્વારા એજીઆર ગણતરીમા સુધારા માટે અરજી દાખલ કરી હતી.એક ટોચના ગ્લોબલ બ્રોકરેજના એનાલીસ્ટનું કહેવુ છે કે વોડાફોન આઈડીયા ટૂંક સમયમાં જ બેન્કરપ્સી એટલે કે દેવાળુ ફુંકવા તરફ આગળ વધી શકે છે કારણ કે એજીઆર પેન્ડીંગના મામલામાં તેની પાસે વિકલ્પો પુરા થઈ ગયા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button