નવી દિલ્હી

રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકામાં કોમન ટેકસ પોલિસી માટે કમિટીની રચના કરાશે

અમદાવાદ,તા.૨૪
રાજ્યમાં નગર પાલિકાઓમાં વેરા વસૂલાત ને લઈને બહત્પ મહત્વનો ર્નિણય મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવ્યો છે આવતા દિવસોમાં રાજ્યની તમામ નગરપાલિકામાં વસુલવામાં આવતા વિવિધ ટેક્ષની વસુલાત રેટ એકસરખો રાખવા કમિટીની રચના કરવામાં આવશે. રાયભરની નગરપાલિકાઓ માટે પાણી વેરો, સફાઈ વેરો વગેરે વેરા વસુલાતનો દર એક સરખો રાખવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાઓ માટે વેરાની આવક સૌથી મોટો આવકનો ક્રોત હોય છે તેવા સંજાેગોમાં વેરા વસૂલાતના દર અલગ અલગ રહેવા ના પરિણામે કેટલીક મુશ્કેલી ઉપસ્થિત થાય છે.
રાજ્યની નગરપાલિકા ઓને વધુ સુદ્રઢ અને પારદર્શી વહિવટથી પ્રોગ્રેસિવ બનાવવાની કાર્યપ્રણાલિ અપનાવવા રિજીયોનલ મ્યૂનિસિપાલિટીઝ કમિશનરા ેને સૂચના આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની શ્રેતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવું છે. આવી તંદુરસ્ત સ્પર્ધા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ–પાણી–રસ્તા, એસ.ટી.પી– ભૂર્ગભ ગટર, હર ઘર જલ–નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જેનાથી નગરપાલિકાઓને લોકહિત–નગર સુવિધાના વધુને વધુ કામો કરવાનું પ્રોત્સાહન મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો, શહેરી વિકાસ વિભાગના અધિકારીઓની યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓની પ્રજાલક્ષી કામગીરી સુગ્રથિત કરવા અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, જીયુડીસીના ડિરેકટર ર્હાદિક શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, શહેરી હાઉસીંગ સચિવ લોચન શહેરા તેમજ કમિશનર ઓફ મ્યૂનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી કમલ શાહ, રાજેશ રાવલ વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતા.
આ સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ્રપણે કહ્યું કે, ગુજરાત ડેવલપ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે. હવે દેશભરની નગરપાલિકાઓ માટે ઉદાહરણ પ અને દિશાદર્શક આપણી નગરપાલિકાઓ બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન, ટ્રાન્સપેરન્સીથી વિકાસ કામો હાથ ધરીને લોકોને પણ બદલાવ–ચેન્જની અનૂભુતિ થાય અને નગરો પ્રોગ્રેસિવ બને તેવી વ્યવસ્થાઓ આરસીએમ પોતાના વિસ્તારની નગરપાલિકાઓમાં વિકસાવે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રમાં આવતી નગરપાલિકાઓમાં લોક સુખાકારી–સગવડતા વધારતા કામોના લયાંક નિર્ધારીત કરીને આ કામો ત્વરાએ પૂર્ણ કરે તે આવશ્યક છે. પોતાના કાર્યક્ષેત્રમાં જે નગરપાલિકાઓ આવતી હોય તેના આવા વિકાસ કામો–લોકહિત કામોની પ્રગતિની સમીક્ષા દર પખવાડીયે આરસીએમ નગરપાલિકાઓના પ્રમુખો અને ચીફ ઓફિસરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજીને કરે.
એટલું જ નહિ, આ સમીક્ષા બેઠકની વિગતો અને રાજ્ય સરકાર સાથે હાથ ધરવાની થતી બાબતો માટે તમામ આરસીએમની દર મહિને એક રાજ્ય સ્તરીય બેઠક શહેરી વિકાસ વિભાગ અને કમિશનર ઓફ મ્યૂનિસીપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન કક્ષાએ યોજાય અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવું સૂચન પણ તેમણે કર્યુ હતું.
આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ સૂચન એ પણ કયુ હતું કે રાયની નગરપાલિકાઓમાં એક સમાન ધોરણે કોમન સિસ્ટમથી ટેક્ષ એસેસમેન્ટ, રિકવરી, કલેકશન સિસ્ટમ અંગેની સંભાવનાઓ ચકાસી તેનો સર્વગ્રાહી અભ્યાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવે. આ કમિટીની ભલામણો અને અભ્યાસના તારણોના આધારે રાજય સરકાર કોમન ટેક્ષની પોલિસી આગામી દિવસોમાં તમામ નગરપાલિકાઓ માટે ઘડવાની દિશામાં પણ વિચારાધિન રહેશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button