BreakingCoronaગુજરાતવરસાદ

ગુજરાતના આ શહેરમાં વીજળીના કડકાભડાકા સાથે 4 કલાકમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ…

રાજકોટનાં ગોંડલમાં 4 કલાકમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ...

ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું હવે ધીમે ધીમે ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. ત્યારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોરે 12 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button