Breakingનવી દિલ્હી

ઓલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતનું પહેલી વાર ‘ફર્સ્ટ ડે, ફર્સ્ટ મેડલ’ જીતી ઈતિહાસ રચનાર મીરાબાઈ જાણો કોણ છે..

મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. કુલ 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઊંચકીને સિલ્વર મેડલ જીત્યો છે. આ રીતે દેશને 21 વર્ષ બાદ વેઇટલિફ્ટિંગમાં ઓલિમ્પિક મેડલ મળ્યો છે. આ પહેલાં 2000 સિડની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ જીત્યો હતો. આ અર્થમાં મીરાબાઈની સફળતા વિશેષ બની જાય છે કે તે 2016 રિયો ઓલિમ્પિક્સમાં તેના એકપણ પ્રયત્નોમાં વજન યોગ્ય રીતે ઊંચકી શકી ન હતી. તેના તમામ પ્રયત્નોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

મીરાબાઈએ ઓલિમ્પિકમાં જતાં પહેલાં ભાસ્કરને કહ્યું હતું કે હું ચોક્કસપણે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતીશ, કારણ કે મને ઓલિમ્પિકમાં રમવાનો અનુભવ છે. હું મારા પ્રથમ ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી રહી ગઈ હતી. ત્યારે અનુભવના અભાવને કારણે હું મેડલ જીતવા માટે સફળ થઈ શકી ન હતી.

Advertisement

મીરાબાઈએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ વર્ષે એપ્રિલમાં થયેલી તાશકંદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 86 કિલો ઉપાડ્યા પછી ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતાં 119 કિલોગ્રામ વજન ઉપાડયું હતું. કુલ 205 કિગ્રા સાથે તે ત્રીજા સ્થાને રહી હતી. અગાઉ ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ 118 કિલો હતો. ચાનૂનું 49 કિલોગ્રામમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કુલ 203 કિલો (88 કિગ્રા અને 115 કિગ્રા), જે તેણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નેશનલ ચેમ્પિયનશિપમાં બનાવ્યું હતું.

11 વર્ષની ઉંમરમાં વેઇટલિફ્ટિંગમાં જીત્યું હતો પ્રથમ મેડલ
મીરાબાઈ મણિપુરના ઇમ્ફાલની રહેવાસી છે. તેણે વેઇટલિફ્ટિંગમાં પ્રથમ ગોલ્ડ 11 વર્ષની વયમાં લોકલ વેઇટલિફ્ટિંગ ટૂર્નામેન્ટમાં જીત્યો હતો. તેણે ઇન્ટરનેશનલ લેવલ પર વેઇટલિફ્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્લ્ડ અને જુનિયર એશિયન ચેમ્પિયનશિપથી કરી હતી. તે કુંજરાની દેવીને પોતાના આદર્શ માને છે.

Advertisement

વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિનમાં મેડલ જીતનાર પહેલી ભારતીય
મીરાબાઈ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પહેલી ભારતીય વેઈટલિફ્ટર છે. આ સફળતા તેણે 2017માં 49 કિલો વેઈટ કેટેગરીમાં મેળવી હતી. 2014માં તેણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 49 કિલો વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મીરાબાઈએ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઈજા પછી 2019માં શાનદાર વાપસી
મીરાબાઈને 2018માં સખત બેકપેઈનનો દુખાવો હતો. જોકે ત્યાર પછી તે 2019ના થાઈલેન્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપથી પરત ફરી હતી અને ચોથા નંબર પર રહી હતી. ત્યારે તેણે પહેલીવાર 200 કિલો વજન ઉપાડ્યું હતું. ચાનૂએ કહ્યું હતું કે એ સમયે ભારત સરકારને સંપૂર્ણ સપોર્ટ મળ્યો હતો. ત્યારે મને સારવાર માટે અમેરિકા મોકલવામાં આવી હતી. ત્યાર પછીના મેં માત્ર શાનદાર વાપસી કરી, પરંતુ મારા કરિયરનું સૌથી વધારે વજન ઉપાડવામાં પણ સફળતા મેળવી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button