નવી દિલ્હી

કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક ૨ હજારની સહાય આપવાનો મુખ્યમંત્રીનો ર્નિણય

નવી દીલ્હી,તા.૨૭
કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક રૂપિયા ૨ હજારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર્નિણય લીધો. બીજી ઓગસ્ટે સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે સહાય ચૂકવણી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકોને સહાયની યોજના કાર્યરત છે.
કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ માસિક રૂપિયા ૨ હજારની સહાય આપવામાં આવશેમાતા પિતા બંને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આથક આધાર-શિક્ષણ-આરોગ્ય- ઉચ્ચ અભ્યાસ- રોજગારી- તાલીમ- વિદેશ અભ્યાસ માટે લોનમાં પણ અગ્રક્રમ આપવાનો ગુજરાત સરકારે પહેલા ર્નિણય કર્યો હતો. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરતરહેશે.
૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. ૪૦૦૦ની સહાય આપવામાં આવી રહી છે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. ૬૦૦૦ની સહાય હાલ આપવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button