નવી દિલ્હી

મોરબીમાં ૭૫૦૦ ટ્રકના પૈડાં અચોક્કસ મુદત માટે થંભી ગયા

મોરબી,તા.૨૯
સિરામિક નગરી મોરબીમાં દરરોજ ૮૦૦૦થી વધુ ટ્રકની આવન જાવન રહે છે અને તેમાં લાખો ટન માલની હેરાફેરી થતી હોય છે. જેમાં રાજસ્થાન કે અન્ય રાજ્યમાંથી કાચો માલ મોરબી આવતો હોય તેમજ મોરબી ટાઈલ્સ,સેનેટરી સહિતની સીરામીક પ્રોડક્ટ દેશભરમાં તમામ રાજયમાં મોકલવામાં આવે છે.દેશના મોટા ભાગના જિલ્લામાં ટ્રાન્સપોર્ટ બિઝનસમાં જે પણ પ્રોડક્ટ એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવતી હોય ત્યારે તેને લોડ અનલોડ કરવા, ટ્રકચાલકના જમવા રહેવા ખર્ચ સહીતના તમામ ખર્ચ જે તે માલ મોકલનાર પાર્ટીએ ભોગવવાના હોય છે. જાેકે મોરબીમાં આ તમામ ખર્ચ ટ્રાન્સપોર્ટ રોના ખિસ્સામાં આવતો હોય છે
જેથી દૈનિક ટ્રાન્સપોર્ટરોને ઓછામાં ઓછું ૨૦થી ૨૫ હજારનું નુકશાન થતું હોય છે મોટા ટ્રાન્સપોર્ટરોને તેનાથી પણ વધુ જતું હોય છે.મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડીઝલના ભાવમાં થયેલા ભાવ વધારા બાદ અઠવાડિયા પૂર્વે સર્વાનુમતે ર્નિણય કરી ટ્રાન્સપોર્ટ ઉધોગકારોએ આ નુકશાન ન ભોગવવુ પડે તે માટે સમગ્ર દેશમાં ચાલતા “જીસકા માલ ઉસકા હમાલ” એટલે કે જે ઉધોગકારો પોતાની પ્રોડક્ટ બીજે મોકલે તો તેની ફેકટરીથી લોડ કરવાથી લઈ છેક માલ જે તે સ્થળે ઉતરે ત્યાં સુધી તમામ ખર્ચ જે તે ઉધોગકારોને ભોગવવાનો રહેશે તેવી માંગણી સાથે આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયાછે.
આ હડતાળમાં મોરબીના ૨૫૦૦થી ૩૦૦૦ ટ્રક તેમજ અન્ય જિલ્લા અને રાજ્યમાંથી મોરબીમાં ચાલતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોના ટ્રક મળી કુલ ૭૫૦૦થી વધુ ટ્રકના પૈડાં થંભી ગયા છે. અને જ્યાં સુધી તેમની માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાળ પાડશે તેમ ટ્રાન્સપોર્ટ એસોશીએશન બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો.અગાઉ સિરામિક એસોસિએશન સાથે થયેલ બેઠકમાં ટ્રાન્સપોર્ટ અંગેનો ખર્ચ ચૂકવણી અંગે ચર્ચા કરી અમારી વાત અમે હોદેદારો સમક્ષ મૂકી હતી અને અમારા ર્નિણયથી ઉદ્યોગકારો સંમતિ પણ આપી હતી

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button