નવી દિલ્હી

દેશની સામે અભૂતપૂર્વ જળ સંકટ,૬૦ કરોડ લોકો હજુ દરરોજ પાણીની કટોકટીનો સામનો કરે છે…

અયોગ્ય પ્રબંધન, કમજાેર જળ નીતિઓ, નિયમોની સતત અવગણના કારણે કટોકટી ઃ૭૫ ટકા ઘરમાં પાણી નથી ઃ ૭૦ ટકા પાણી દુષિત

દેશના હાલના સમયમાં અભુતપૂર્વ જળ સંકટમાં છે. આશરે ૬૦ કરોડ ભારતીય લોકો પાણીની કટોકટીનો દરરોજ સામનો કરી રહ્યા છે. દરરોજ ૬૦ કરોડ લોકો પાાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ૭૫ ટકા ઘરમાં પીવાનુ પાણી પહોંચી રહ્યુ નથી, દેશમાં ૭૦ ટકા પાણી દુષિત છે. જેના કારણે દેશમાં દર વર્ષે આશરે બે લાખ લોકો જાન ગુમાવી દે છે. પીવાનુ પાણી યોગ્ય ન હોવાના કારણે બે લાખ લોકોના મોત થઇ જાય છે. દિલ્હી, બેંગલોર, ચેન્નાઇ અને હૈદરાબાદ સહિત ૨૧ શહેરોમાં સ્થિતી એવી છે કે ત્યાં વર્ષ ૨૦૨૧ સુધી ભુ જળ ખતમ થઇ શકે છે. વર્ષ ૨૦૩૦ સુધી પાણીની માંગ આશરે બેગણી થવાનો અંદાજ દેખાઇ રહ્યો છે. પાણીની દ્રષ્ટિએ આ વર્ષ પશ્ચિમી અને દક્ષિણી રાજ્યો જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશ અને તમિળનાડુના માટે ચિંતાજનક ચિત્ર સપાટી પર આવી શકે છે. કારણ કે અહીં દુકાળની આશંકા દેખાઇ રહી છે.આશાના કોઇ કિરણ દેખાતા નથી. કારણ કે આ વર્ષે મોનસુનની સ્થિતી નબળી રહી શકે છે. એવી બાબત નથી કે આ જળ સંકટની સ્થિતી રાતોરાત ઉભી થઇ ગઇ છે. ખારાબ નીતિ, નિયમોની અવગણના અને લાપરવાહીના કારણે આ સમસ્યા ઉભી થઇ છે. આ સંબંધમાં એક મોટી સમસ્યા તો મોટા પાયે દેશના સંશાધનોના ખર્ચ કરીને રચવામાં આવેલી સિંચાઇ સંભાવના પણ છે. સાથે સાથે ખેડુતો દ્વારા તેમના વાસ્તિવક ઉપયોગની વચ્ચે સતત વધતા જતા અંતરની સ્થિતી પણ જવાબદાર છે. વર્તમાન સમયમાં આ અંતર ૨૫૬ કરોડ હેક્ટરથી ઓછા પ્રમાણમાં છે. દે દેશની કુલ સિંચાઇ ક્ષમતા કરતા ૨૩ ટકા છે. પાણીની અએછતવાળા પ્રદેશોમાં આ અંતર અલગ છે. પાણીની અછત ધરાવતા વિસ્તારમાં અંતરની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ૪૯ ટકા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ૪૪ ટકા તથા રાજસ્થાનમાં ૨૦ ટકા છે. સરકારને આ પ્રકારે સિંચાઇની ક્ષમતાને વધારી દેવા માટે ભારે કિંમત ચુકવવી પડે છે. મહારાષ્ટ્રમાં તો આ ૨૦ લાખ રૂપિયા પ્રતિ હેક્ટર છે. ગરીબ કિસાનોને ખેતી માટે જંગી રકમ ખર્ચ કરવી પડે છે. જેમ કે તેમને ટ્યુબવેલ અને કુવાની જરૂર પડે છે. ભુ જળને લઇને યોગ્ય વિકાસની કામગીરી કરવામાં આવી નથી સાથે સાથે ભૂમિગત જળનુ ખુબ ઉપયોગ કરવામાં આવ્યુ છે. જે હવે ધીમે ધીમે લુપ્ત થવાની દિશામાં છે. પંજાબ અને હરિયાણા જેવા ઉત્તરીય રાજ્યોમાં ૪૦ સેન્ટીમીટર પ્રતિ વર્ષના દરે પાણી ઓછુ થઇ રહ્યુ છે. દેશના ખાદ્યાન્ન ઉત્પાદક આ રાજ્ય અસ્તિત્વને બતાવી લેવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા અને દક્ષિણી રાજ્યોમાં તો હાલત વધારે ખરાબ થઇ ગઇ છે. રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ છતાં દેશના કેટલાક ગામોમાં લોકો પીવાના પાણીના કારણે પરેશાન થયેલા છે. ૨૦૦૯માં પીવાના પાણી માટે મળનાર આર્થિક સહાયતા ૮૭ ટકાથી ઘટાડીને ૨૦૨૦ સુધીમાં ૩૧ ટકા કરી દેવામાં આવી છે.જમીનમાં રહેલા જળના વધારે પડતા ઉપયોગના કારણે આ સ્થિતી સર્જાઇ ગઇ છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, તેમજ દક્ષિણી રાજ્યોને પોતાની અગાઉની નીતિઓમાં ધરખમ ફેરકાર કરવાની જરૂર દેખાઇ રહી છે. મફત વીજળીથી સમાર્ટ ગ્રીડ વ્યવસ્થા, પ્રત્યક્ષ લાભ ટ્રાન્સફર અને લેજરથી ભૂમિને લઇને ચકાસણી જેવી બાબતમાં ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક પાકને લઇને પણ નીતિ બદલી નાંખવાની જરૂર છે. ગંગા અને અન્ય નદીઓના સફાઇ તરફ ધ્યાન આપવાની જરૂર છે. નદીઓની સફાઇ માટે પ્રદુષણના સ્તરને ઘટાડી દેવાની જરૂરિયાત દેખાઇ રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button