નવી દિલ્હી

ગૂગલ ઓકટોબરથી ભારતમાં દેખાતી જાહેરાતો બદલ વધુ બે ટકા ચાર્જ વસુલ કરશે

નવી દીલ્હી,,તા.૨૯
ગૂગલ દ્રારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે ઓકટોબર માસથી જાહેરાત આપનાર લોકો પર વધુ બોજાે પડવાનો છે અને નવી નીતિ મુજબ બે ટકા જેટલો વધુ ચાર્જ વસૂલવામાં આવશે.
કંપની દ્રારા ઈ–મેલ કરીને એડવર્ટાઇઝસેને આ મુજબની જાણ કરી દેવામાં આવી છે અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત અને ઈટાલીમાં દેખાતી જાહેરાતો માટે બે ટકા વધુ ચાર્જ લેવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે રેગ્યુલેટરી ઓપરેટીંગ ખર્ચ તરીકે વધુ બે ટકા સરચાર્જ વસૂલવામાં આવશે.
આ પહેલા પણ ગૂગલ દ્રારા ડિજિટલ સર્વિસ ટેકસ લાગુ કરવામાં આવ્યો હતો અને આસ્ટ્રિયા તુર્કી બ્રિટન ફ્રાન્સ અને સ્પેનમાં દર્શાવતી જાહેરાતો માટે આ ટેકસ લગાવવામાં આવ્યો હતો અને હવે ઓકટોબર માસથી ભારત અને ઈટાલીમાં દર્શાવાતી જાહેરાતો પર બે ટકા વધુ ચાર્જ લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
પહેલી ઓકટોબરથી આ ચાર્જ વસૂલવામાં આવશે અને તેને સરચાર્જ નામ આપવામાં આવ્યું છે. જાહેરાતો આપનારા માટે એક વધુ મોટો બોજ આવી રહ્યો છે અને ૧લી ઓકટોબરથી તેમણે વધુ નાણાં આપવા પડશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button