નવી દિલ્હી

આર્જેન્ટીનાને ધોબીપછાડઃ હોકીમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયનને ૩–૧થી હરાવી કવાર્ટરફાઈનલમાં

ટોકયો,તા.૨૯
જાપાનના ટોકયોમાં રમાઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવનો આજે સાતમો દિવસ છે. પુરૂષ હોકી ઈવેન્ટમાં ભારતીય ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીનાને ૩–૧થી હરાવીને કવાર્ટરફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. સ્પેન સામે ૩–૦થી મળેલી જીત બાદ ભારતે સતત બીજી ગ્રુપ મેચમાં શાનદાર પ્રદર્શન કયુ હતું અને શઆતથી મળેલી લીડને છેલ્લી ઘડીએ ઉપરા ઉપરી બે ગોલ ફટકારીને મેચમાં પોતાનો દબદબો બતાવ્યો હતો.
મેચની ૪૩મી મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળી હતી અને પોતાના પ્રથમ ઓલિમ્પિકમાં રમી રહેલા અણ કુમારે ભારત માટે ગોલ કરીને ૧–૦થીની લીડ અપાવી હતી. જાે કે આ અગાઉ ૪૧મી મિનિટમાં પણ ભારતને પેનલ્ટી કોર્નર મળી હતી પરંતુ પિન્દર પાલ સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય ડિફેન્સ પણ મજબૂત જણાતું હતું તેમ છતા મેચના ચોથા કવાર્ટરમાં આર્જેન્ટીનાને પેનલ્ટી મળતા તેના ખેલાડી કેસેલાએ મેચની ૧૩ મિનિટ બાકી હતી ત્યારે ગોલ ફટકારીને ૧–૧ની સરસાઈ મેળવી હતી. જાે કે ભારતીય ટીમે પોતાના મૂળ મિજાજ મુજબ જ રમત રમી હતી અને સતત ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા.
મેચ સમા થવાને બે મિનિટથી ઓછો સમય બાકી રહ્યો હતો ત્યારે ભારતીય ટીમે પોતાની તમામ તાકાત લવાગી દીધી હતી અને વિવેક સાગરે ૫૮મી મિનિટે ઓલિમ્પિકમાં પોતાનો પ્રથમ ગોલ કરીને ભારતને ૨–૧ની લીડ અપાવી હતી તેની બીજી જ મિનિટે કેપ્ટન હરમનપ્રિત સિંહે ૫૯મી મિનિટમાં ગોલ કરીને ભારતી લીડને બેવડાવી હતી. આર્જેન્ટીના સામેની મેચમાં ભારતના વિજય સાથે જ હવે પુલ એમાં ત્રણ મેચમાં જીત અને એકમાં હાર સાથે ભારત બીજા ક્રમે રહ્યું છે. પુલ એમાં પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા રહ્યું હતું. દરેક ગ્રુપમાંથી ટોચની ચાર ટીમો કવાર્ટરફાઈનલમાં પહોંચશે. ભારતનો અંતિમ ગ્રુપ મુકાબલો હવે યજમાન જાપાનની ટીમ સામે શુક્રવારે યોજાશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button