ગુજરાતઆણંદ

આણંદમાં ફોન પે કેશ બેકની લાલચ આપી વૃદ્ધના ખાતામાંથી પડાવાયેલા નાણાં સાઈબર ક્રાઈમે પરત અપાવ્યા

આણંદ, તા. ૫
આણંદના વૃદ્ધને ફોન પે માંથી બોલું છું તેમ કહી કેશ બેકની લાલચ આપી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમના ખાતામાંથી રુા. ૫૪૦૭૭ તફડાવી લીધા હતા. જે પૈકી સાઈબર ક્રાઈમ પોલીસે તેમને રુા. ૨૦૩૫૨ પરત અપાવ્યા છે.
આણંદમાં રહેતા વિપીનભાઈ રમણભાઈ પટેલ ઉ.વ. ૬૧ ઉપર અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન પે થી બોલું છું તેમ કહી કેશ બેકની લાલચ આપી એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી હતી. અને તેમની જાણ બહાર તેમના આઈઓબીના ખાતામાંથી તબક્કાવાર રુા. ૫૪૦૭૭ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવાયા હતા. જેની જાણ વીપીનભાઈને થતા તેમણે સાઈબર ક્રાઈમ આણંદનો સંપર્ક સાધ્યો હતો.
વૃદ્ધ સાથે છેતરપીંડી થઈ હોય સાઈબર ક્રાઈમના પીઆઈ એલ. ડી. ગમારા, પીએસઆઈ યુ. બી. પટેલ, હેકો મુસ્તકીમમીયા, મહિલા પોકો હિરલબેન વગેરે તરત જ વિપીનભાઈના મોબાઈલ પર આવેલ મેસેજાે અને બેંક સ્ટેટબેંકની ચકાસણી કરી ફ્રોડ ટ્રાન્ઝેકશન રોકવા પત્ર વ્યવહાર કર્યો હતો. અને તેમની ગયેલ રકમમાંથી રુા. ૨૦૩૫૨ તેમના ખાતામાં પરત કરાવ્યા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button