Breakingઆણંદગુજરાત

આણંદના સમારખા પાસે ટેન્કરએ ટક્કર મારતા એકજ પરિવારના ત્રણ લોકોના મોત….

આણંદ સમારખા ચોકડી અને તેની આસપાસ નેશનલ હાઇવે નં.8 નજીકના સ્થળ ગમખ્વાર જીવલેણ અકસ્માત માટે કુખ્યાત થઈ ચૂકી છે. અવાર નવાર અહીં બનતા અકસ્માત ના બનાવોએ અનેક પરિવારોને સ્વજન વિનાના કરી દીધા છે. અહીં રોડ સેફટી માટે હાઇવે ઓથોરિટી અને પોલીસ વિભાગ યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોક માંગ ઉઠી છે. આજે 15 ઓગસ્ટે એક જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના બે પિતરાઈ ભાઈ અને એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજતા નાગરિકોમાં પણ આઘાતની લાગણી જન્મી છે.પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી તાબે લક્ષ્મીપુરા મુકામે રહેતા ચંદુભાઈ પરમારનો દીકરો હરેશ પરમાર ( ઉ.વ 18), તેમના ભાઈ રઈજીભાઈ પરમારના દીકરો જયેશ પરમાર(ઉ.વ 25)તથા જયેશભાઇનો દીકરો હર્ષ(ઉ.વ 5) બાઇક ઉપર સવાર થઈ સમારખા ગામે આવેલા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પાછા આવતી વેળાએ નેશનલ હાઇવે નં:8 ઉપર રાવળપુરા-બોરીયાવી વચ્ચે બાજુ રોડ ઉપર ગફલતભરી રીતે ધસમસતા જતા ટેન્કરે આ બાઈકને ભયંકર ટક્કર મારતા જીવલેણ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે સગા કાકાના દીકરા જયેશભાઇ અને હરેશભાઇ તેમજ જયેશભાઇના દીકરા હર્ષનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતકોને 108માં આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ગમખ્વાર ઘટનાને લઈ ગામમાં ગમગીની અને શોકમય માહોલ વ્યાપી ગયો છે. મૃતકોના ફોઈના દીકરા નિમેષ વાઘેલાના જણાવ્યા મુજબ, આ ઘટના સંદર્ભે તેઓ સ્થળ ઉપર ગયા જે સમયે સાડા બાર કલાકની આસપાસ બનેલી ઘટનામાં મારા મામાના દિકરા જયેશકુમાર રઇજીભાઇ પરમાર તથા તેમનો દિકરો હર્ષ તથા મારા મામાનો દિકરો હરેશકુમાર ચંદુભાઇ પરમાર લોહી લુહાણ હાલતમાં હતા અને તેઓ ત્રણેયને શરીરે ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર મરણ ગયેલ હાલતમાં પડેલા હતા. તેમની લાશોની આગળ એક ટેન્કર (નંબર GJ-27-U-3953) ઉભેલું હતુ અને આ ટેન્કરની કેબીનના પાછળના વ્હીલ આગળ મારા મામાના દિકરાનું બાઇક હિરો સ્પ્લેન્ડર પ્લસ (નંબર GJ-07-CJ-3790) ભરાઇ ગયેલુ હતુ.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ માર્ગે ધસમસતી જતી ટ્રક ટેન્કરના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી હતી અને આગળ જતાં બાઇક ઉપર જતા હરેશકુમાર ચંદુભાઇ પરમાર, જયેશકુમાર રઇજીભાઇ પરમાર તથા હર્ષ જયેશકુમાર પરમારના બાઇકને પાછળથી જીવણેલ ટક્કર મારી પાડી દીધા હતા. ત્રણેયને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા આ બાઈક સવાર ત્રણેયના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા. આ ત્રણેયના મૃતદેહને આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં પી.એમ. રૂમમાં લાવી તેની કાર્યવાહી કરી તેમના પરિવારજનોને સોંપાયા હતા.જે બાબતે નિમેશ વાઘેલાની ફરીયાદ આપી છે. જે અંગે કાનૂની કાર્યવાહી અને તપાસ આરંભવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button