નવી દિલ્હી

સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવ ઘટ્યા, પેટ્રોલના ભાવ ૩૪ દિવસથી સ્થિર

નવી દીલ્હી,તા.૨૦
સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. યાં ડીઝલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલની કિંમતમાં કાપ બાદ દિલ્હીએ હવે તેની કિંમત ૮૯.૨૭ રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે, યારે પેટ્રોલની કિંમત છેલ્લા ૩૪ દિવસથી યથાવત છે. દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ ૧૦૧.૮૪ રૂપિયા પ્રતિ લિટર વેચાય છે.
છેલ્લા ત્રણ દિવસમાં ડીઝલ ૬૦ પૈસા સસ્તું થયું છે. અગાઉ ગુવાર અને બુધવારે પણ ડીઝલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે તેના ગ્રાહકોને થોડી રાહત મળતી જાેવા મળી રહી છે.
આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત મંદી છે. કિંમતોમાં તીવ્ર ઘટાડાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર મહિનાના સૌથી નીચલા સપાટીએ પહોંચી ગયા છે.
દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧.૮૪ પૈસા પ્રતિ લીટર પર વેચાય છે, યારે ડીઝલના ભાવ ૮૯.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ ૧૦૭.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે, યારે ડીઝલ ૯૬.૮૪ રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૦૧.૪૯ રૂપિયા પ્રતિ લીટર છે, યારે શુક્રવારે ૨૦ પૈસાના ઘટાડા બાદ ડીઝલ ૯૩.૮૪ રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. કોલકાતામાં ડીઝલ ૧૦૨.૦૮ રૂપિયા છે, યારે ડીઝલની કિંમત ૯૨.૩૨ રૂપિયા પ્રતિ લીટર છે.
ભોપાલમાં પેટ્રોલની કિંમત ૧.૨૦ રૂપિયા છે, યારે ડીઝલ ૯૮.૦૫ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. રાંચીમાં પેટ્રોલની કિંમત ૯૬.૬૮ પિયા છે, યારે ડીઝલની કિંમત ૯૪.૨૨ રૂપિયા છે. બેંગ્લોરમાં પેટ્રોલની કિંમત ૧૦૫.૨૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૪.૬૫ રૂપિયા પ્રતિ લીટર છે.પટનામાં પેટ્રોલની કિંમત ૧૦૪.૨૫ રૂપિયા છે, યારે ડીઝલની કિંમત ૯૫.૦૧ રૂપિયા પ્રતિ લીટર છે. ચંદીગઢમાં પેટ્રોલની કિંમત ૯૭.૯૩ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૮.૯૩ પૈસા પ્રતિ લીટર છે. યારે લખનઉમાં પેટ્રોલ ૯૮.૯૨ રૂપિયામાં અને ડીઝલ ૮૯.૬૧ રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button