
સરકારના અણઘડ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી જીલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ પ્રતાપપુરા, શિલી, અહીમા,બાજીપુરા,જીતપુરા,ભરોડા,હમીદપુરા જેવા વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકોના મૃત્યુ થયા હોવાની હકીકત સામે આવી. કહેવાતી કોવિડ હોસ્પિટલોમાં બેડ, ઈન્જેકશન,ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટરની અછતના કારણે મોટા ભાગના લોકોના મોત થયા, સૌ ને ન્યાય એજ કૉંગ્રેસનો સંકલ્પ.
આ કોવિડ – ૧૯ ન્યાયયાત્રા અંતર્ગત પૂર્વ કેન્દ્રીય મંત્રી (ભારત સરકાર) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં આ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. તેમની સાથે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રતિનિધિ ભૃગુરાજસિંહ, આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યશપાલસિંહ,ઉમરેઠ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરભાઈ જોશી, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ સરલાબેન, આણંદ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કપિલાબેન,તાલકા પંચાયત સભ્ય અશોકભાઈ, તાલુકા પંચાયત સભ્ય કાન્તીભાઈ,તાલુકા પંચાયત સભ્ય કોહ્યાભાઈ,તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રભાઈ,વિધાનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફકીરભાઈ, ગોપાલસિંહ ચાવડા, આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સલીમ દિવાન, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મેહમુદભાઈ રાણા, આણંદ વિદ્યાનગર સોશ્યલ મીડિયા સેલના ઉપપ્રમુખ વિજયભાઈ જોશી જોડાયા હતા.