નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકાર જાગી ઃ આર્મ્‌ડ ફોર્સિસ ટ્રિબ્યુનલની નિયુક્તીને મંજૂરી

 

નવી દિલ્હી,તા.૮
છેલ્લા કેટલાક સમયથી વિવિધ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તતડાવી રહી છે. વધુ એક પ્રસંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે.
ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી બેઠકો ભરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ જણાવ્યું કે સુપ્રીમ માટે સરકારને કોઈ આદર ભાવના ન હોવાનું લાગી રહ્યાં છે. તેમણે કહ્યું કે અમે સરકારને અલ્ટીમેટમ આપી રહ્યાં છીએ કે અમારી ધીરજની કસોટી ન કરો. સુપ્રીમે ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી બેઠકો ભરવા સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
ચીફ જસ્ટીસે કહ્યું કે કેન્દ્ર સરકાર કોર્ટના ર્નિણયોનું સન્માન કરી રહી નથી. તેમણે કહ્યું કે અમે અપસેટ છીએ પરંતુ કેન્દ્ર સરકાર સાથે કોઈ વિવાદમાં ઉતરવા માગતા નથી. ચીફ જસ્ટીસે એવું પણ કહ્યું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને નેશનલ કંપની લો અપેલેટ જેવા મહત્વના ટ્રિબ્યુનલમાં ખાલી જગ્યાઓ ભરાતી નથી. ટ્રિબ્યુનલો ઈકોનોમી માટે પણ જરુરી છે.
છેલ્લા ઘણા સમયથી ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી જગ્યાઓ કેન્દ્ર સરકાર ભરતી નથી. અધુરામાં પુરુ કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટીસને જણાવ્યું કે બે મહિનામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો ર્નિણય નાણા મંત્રાલયે લઈ લીધો છે, મહેતાની આ વાત સાંભળીને ચીફ જસ્ટિસ ભડક્યાં અને કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપી દીધું.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button