નવી દિલ્હી

કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિઃ એલર્ટ

નવી દીલ્હી,તા.૮
મહારાષ્ર્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ થયો છે. ૬૫ મીમીથી વધુ વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ જાેવા મળી રહી છે. ભારે વરસાદને પગલે પાણીનું સ્તર વધ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશરનેકારણે મહારાષ્ર્ટ્રમાં કોંકણ, મધ્ય મહારાષ્ર્ટ્ર અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી રાયના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શકયતા છે.
હવામાન વિભાગ દ્રારા મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કયુ છે. ઉપરાંત હવામાન વિભાગ દ્રારા શનિવાર સુધી દક્ષિણ કોંકણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. તેમજ પાલઘરમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
નાંદેડમાં ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જિલ્લાના ભોકર, હડગાંવ, હિમાયતનગર, મુખેડ અને અર્ધપુરીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાે વરસાદ હજુ ચાલુ રહેશે તો શહેરની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
બીડમાં થયેલા ભારે વરસાદને કારણે, માજલગાંવ ડેમમાં પાણીની આવક થઈ હતી, જેને પગલે પાણીના પ્રવાહને જાેતા સાવચેતીના ભાગપે ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા.મહારાષ્ર્ટ્રમાં સૌથી વધારે વરસાદ રાયના કોંકણઅને મરાઠવાડા વિસ્તારમાં જાેવા મળી રહ્યો છે, છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button