નવી દિલ્હી

ભૂકંપની તીવ્રતા સાત આંકવામાં આવતા ભય, મેક્સિકોમાં વિનાશક ભૂંકપ

મેક્સિકો શહેરની તમામ ઇમારતો ધ્રુજી ઃ સુનામીનો ખતરો

મેક્સિકો,તા,૮
ભૂકંપના પ્રચંડ આંચકાના કારણે મંગળવારે મોડી રાત્રે મેક્સિકો શહેરમા હાહાકાર મચી ગયો હતો. આંચકો એટલે પ્રચંડ હતો કે દક્ષિણી મેક્સિકો શહેરમાં આવેલી ઇમારતો પણ ધ્રુજી ઉઠી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. અમેરિકી ભૂકંપ સાથે સંબંધિત વિભાગના અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે ગ્યુરેરોથી ૧૧ કિલોમીટરના અંતરે સ્થિત અકાપુલ્કોમાં સાતની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ પહેલા ગ્યુરેરો સુરક્ષા અધિકારીઓએ કહ્યુ છે કે શરૂઆતમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૭.૪ આંકવામાં આવી હતી. આના કારણે ચટ્ટાનોમાં તિરાડ પડી ગઇ હતી. કેટલાક વિસ્તારમાં માર્ગો પર તિરાડ પડી ગઇ હતી. તેજ ભૂકંપના આંચકાના કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકા રોકાઇ ગયા બાદ લોકો કલાકો સુધી દહેશતના કારણે પોતાના આવાસમાં ગયા ન હતા. સમાચાર સંસ્થાના કહેવા મુજબ લોકો એકબીજાને પકડીને પોતાને સંભાળવાના પ્રયાસ કરી રહ્યા હતા. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ ભૂકંપનો આંચકો જમીનની સપાટી પરથી ૧૨ કિલોમીટર નીચે રહ્યો હતો. સાતની તીવ્રતાના આંચકા બાદ હવે મેક્સિકોમાં સુનામીનો ખતરો તોળાઇ રહ્યો છે. હવામાન વિભાગે આને લઇને ચેતવણી જારી કરી છે. લોકોને હાલમાં સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યુ છે. જાે કે મેક્સિકો શહેરના મેયરે કહ્યુ છે કે હજુ સુધી કોઇ ભારે નુકસાનના સમાચાર મળ્યા નથી. મેક્સિકો પણ દુનિયામાં સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત દેશો પૈકી એક તરીકે છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ચીન, તાઇવાન સહિતના દેશોમાં તેમજ જાપાનમાં વારવાર આંચકા આવતા રહે છે. મેક્સિકોમાં વિનાશક ધરતીકંપ આવ્યા બાદ લોકોમાં ભારે દહેશત છે. આફટર શોક્સનો દોર પણ જારી રહ્યો છે. પ્રચંડ આંચકા બાદ લોકોમાં વ્યાપક દહેશત રહેલી છે. કેટલાક વિસ્તારમાં નુકસાનના હેવાલ મળી રહ્યા છે. ઇમારતોને પણ નુકસાન થયુ હોવાના હેવાલ છે. કેટલીક ઇમારતોમાં તિરાડ પડી ગઇ છે. ભૂકંપ બાદ થયેલા નુકસાનની ખાતરી કરવાના પ્રયાસ ચાલી રહી છે.
જાણકાર વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે જમીનમાં સતત હલચલ હાલના વર્ષોમાં જારી છે. જેના કારણે આંચકા આવી રહ્યા છે. ભારત જેવા દેશમાં પણ છેલ્લા એક વર્ષના ગાળામાં જ અનેક વખત આંચકા આવી ચુક્યા છે. છેલ્લા બે વર્ષમાં કુદરતી હોનારતોનો સિલસિલો જારી રહ્યો છે. જેમાં હજારો લોકોના મોત થયા છે. મેકસિકોમાં ભૂકંપની તીવ્રતા સાત નોંધાયા બાદ સુનામીનો ખતરો તોળાઇ રહ્યો છે. જેથી તંત્ર એલર્ટ પણ છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button