નવી દિલ્હી

પીએચડી-માસ્ટર ડિગ્રી બેકાર હોવાનો દાવો, તાલિબાન જ્ઞાનથી ચિંતા વધી

અમને ડિગ્રી વગર જ સફળતા : તાલિબાન શિક્ષણ મંત્રી

 

કાબુલ,તા,૮
અફઘાનિસ્તાનમાં નવી તાલિબાની સરકાર સત્તારૂઢ થઇ ચુકી છે. તાલિબાની વચગાળાની સરકાર આવ્યા બાદ નવા નવા વિવાદ સપાટી પર આવી રહ્યા છે. હવે અફઘાનિસ્તાનના નવા શિક્ષણ પ્રધાન નુરલ્લાહ મુનીરે કહ્યુ છે કે પીએચડી અને માસ્ટર ડિગ્રી બેકાર છે. અમને આ ડિગ્રી વગર જ સફળતા હાથ લાગી છે. તેમના વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો થયો છે. તેમણે કહ્યુ છે કે આજના દોરમાં પીએચડી અને અન્ય કોઇ ડિગ્રીનો કોઇ અર્થ નથી. અફઘાનિસ્તાનમાં નવી વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવી ચુકી છે. મુલ્લા મોહમ્મદ હસન અખુંદ દેશના નવા વડાપ્રધાન બન્યા છે. શેખ મૌલવી નુરલ્લાહ મુનીરને નવા શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નવી સરકાર આવી ગયા બાદ તાલિબાની ફરમાન આવવાની શરૂઆત પણ થઇ ગઇ છે. તાલિબાને શિક્ષણના ક્ષેત્રમાં ભેદભાવની શરૃઆત કરી દીધી છે. કોલેજમા યુવક અને યુવતિઓ વચ્ચે અંતર કરવાની શરૂઆત થઇ ગઇ છે. પરદા મુકી દેવામાં આવ્યા છે. આધુનિક શિક્ષણ પર ભાર મુકનાર ખાનગી કોલેજની સામે પગલા લેવાની પણ શરૃઆથ રવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં સત્તા આવી ગયાબાદ તાલિબાનની પાસે અમેરિકાના તમામ ખતરનાક હથિયારો આવી ગયા છે. જેથી ત્રાસવાદી સંગઠનની શક્તિ અનેક ગણી વધી ગઇ છે. નાઇટ વિઝનથી લઇને ઘાતક ડ્રોન પણ તેની પાસે આવી ગયા છે. આવી સ્થિતીમાં ત્રાસવાદી સંગઠન તાલિબાનની તાકાત વધી ગઇ છે. તાલિબાનની પાસે હવે ૨૦૦૦થી વધારે શક્તિશાળી વાહનો થઇ ગય છે. તાલિબાનની પાસે હવે હવે ૪૦ યુદ્ધ વિમાન આવી ગયા છે. અફઘાનિસ્તાનને આપવામાં આવેલા સૈન્ય ડ્રોન પણ તાલિબાનની પાસે આવી ગયા છે.અમેરિકી સૈન્ય અધિકારી અને સાંસદ દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એક મહિનાપહેલા જ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા સોશિયલ મિડિયામાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકાથી કાબુલમાં સાત નવા અમેરિકી હેલિકોપ્ટર પહોંચી ગયા છે. થોડાક દિવસ બાદ જ તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજાે જમાવી લીધો છે. સૈન્ય ડ્રોનનુ નિરીક્ષણ કરતા તાલિબાની ત્રાસવાદીઓ હવે નજરે પડી રહ્યા છે. તાલિબાની ત્રાસવાદીઓના વિડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યા છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદથી દુનિયાના દેશો પરેશાન થયેલા છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button