નવી દિલ્હી

અક્ષય કુમારની મા નું નિધન, અભિનેતાએ ટ્‌વીટ કરીને આપી માહિતી

નવી દીલ્હી,તા.૮
બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માનું નિધન થઈ ગયું છે. આ વાતની માહિતી અક્ષય કુમારે પોતે પોતાના ટિ્‌વટર અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા આપી છે. અભિનેતાની મા છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતી, અને આઇસીયૂમાં હતી. ૭ સપ્ટેમ્બરના અક્ષયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની મા માટે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે જણાવ્યું કે આગામી અમુક કલાકો ખૂબ જ નાજુક છે, અને તેણે ચાહકો સામે પ્રાર્થના માટે અપીલ કરી હતી.અભિનેતાની માએ આ વિશ્વને હંમેશને માટે અલવિદા કહી દીધું છે. આ વાતની માહિતી આપતા અક્ષયે એક ભાવુક પોસ્ટ શૅર કરી છે. પોતાની પોસ્ટમાં અક્ષયે લખ્યું, “તે મારી માટે બધું જ હતી… અને આજે હું ખૂબ જ દુઃખ અનુભવું છું. મારી મા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે શાંતિથી આ વિશ્વને અલવિદા કહી દીધું છે. તે મારા પિતાની સાથે બીજા વિશ્વમાં જઈને મળી છે. હું અને મારો પરિવાર જે મુશ્કેલ સમયમાંથી પસાર થયા છીએ, તેમાં હું તમારી પ્રાર્થનાઓનું ખૂબ જ સન્માન કરું છું. ઓમ શાંતિ”

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button