નવી દિલ્હી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેરઃ સાત બેઠક માટે તા.૨૫ના મતદાન થશે

૨૪ જેટલા ઉમેદવારો મેદાનમાં ૨૮મી સુધી આચારસંહિતા

 

નવી દીલ્હી,તા.૮
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ૭ બેઠકોની ચૂંટણી ૨૫મી સપ્ટેમ્બરના રોજ યોજવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે છેલ્લાં ઘણાં સમયથી ચૂંટણીની તારીખની કાગડોળે રાહ જાેઇને બેઠેલાં શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ચૂંટણીની તારીખ હવે જાહેર થઇ જતાં ચૂંટણી પ્રચારની કામગીરી ધમધમશે. કોરોનાના કેસો ઘટતા બોર્ડ દ્રારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.સામાન્ય ચુંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર રાજયમાં બોર્ડની સામાન્ય ચૂંટણી માટેની આચારસંહિતા ૨૮મી સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.
શિક્ષણ બોર્ડની ૯ બેઠકો માટે ચૂંટણી યોજનાર હતી. જેમાં ૯ બેઠકો માટે ૭૨ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૧૦ ફોર્મ ગેરમાન્ય રહ્યા બાદ ૬૨ ઉમેદવારો બાકી રહ્યા હતા. આ પૈકી ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે ૩૫ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના લીધે બી.એડ. કોલેજના પ્રિન્સિપાલની અને સરકારી હાઈસ્કૂલના શિક્ષકની બે બેઠકો બિન હરીફ થઈ હતી. યારે બાકી રહેલી ૭ બેઠકો માટે ૨૪ જેટલા ઉમેદવારો મેદાનમાં છે.
હાલમાં શાળાના આચાર્યની બેઠક પર ૩ ઉમેદવાર, માધ્યમિક શિક્ષક માટે ૨ ઉમેદવારો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે ૩ ઉમેદવાર, વહીવટી કર્મચારીની બેઠક માટે ૨ ઉમેદવાર, વાલી મંડળની બેઠક માટે ૪ ઉમેદવાર, ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય–શિક્ષકની બેઠક માટે ૪ ઉમેદવાર અને સંચાલક મંડળની બેઠક માટે ૬ ઉમેદવારો વચ્ચે જગં ખેલાશે.કોરોનાના કારણે આ ચૂંટણીમાં જેટલી પ્રક્રિયા પુર્ણ થઈ છે તે માન્ય રાખી બાકીની પ્રક્રિયા અગાઉ મોકુફ રાખી હતી. જેથી હવે ચૂંટણીમાં માત્ર મતદાનની પ્રક્રિયા જ બાકી છે.
રાજયમાં હવે કોરોનાના કેસો ઓછા થવાથી તથા વિવિધ ક્ષેત્રોમાં તબક્કાવાર ચૂંટણીઓની જાહેરાત સરકાર દ્રારા થઈ રહી છે ત્યારે શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઈને પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શકયતા હોવાથી ગુજરાત રાય શાળા સંચાલક મહામંડળ દ્રારા તમામ શાળા સંચાલકોને પત્ર લખી ચૂંટણી માટે તૈયાર રહેવા સપ્ટેમ્બરના પ્રથમ સાહમાં જ સુચના આપી હતી. સંચાલક મંડળની એક બેઠક પર ૬ જેટલા ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ગુજરાત રાય શાળા સંચાલક મહામંડળના ઉમેદવારને જીતાડવા માટે સંચાલકોને જણાવાયું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button