નવી દિલ્હી

ગુજરાતના ૬૦ ટકા ડેમ ખાલીખમ ગુજરાતમાં આકરો ઉનાળો તરસ્યો રહેશે

ગુજરાતમાં ૫૫ ટકા વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગની આગાહી છતાં વાદળો તણાઇ જાય છે, સામાન્ય જનતા સાથે સરકાર પણ ચિંતાતૂર

 

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ અત્યતં નબળું રહ્યું છે. સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર ૫૦ ટકા જેટલો વરસાદ થયો છે. રાયના જળાશયોની હાલત પણ દયાજનક છે. હજી આજે પણ સચિવાલયમાં કામ અર્થે આવતા સાંસદો, ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓ પાસે ૭૦ ટકા પ્રશ્નો પાણીને લગતા છે. રાયના ૬૦ ટકા ડેમ ખાલીખમ છે. તળીયા ભરાય તેટલું પણ પાણી આવ્યું નથી.
રાયના સૌરાષ્ર્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જળસંકટ તોળાઇ રહ્યું છે. રાયના ૨૫ જળાશયોમાં પાણીનો માત્ર ૩૨ ટકા જથ્થો છે. અમરેલીના ૬૫ ટકા અને પોરબંદરમાં ૧૯ ટકા જથ્થો છે. સૌરાષ્ર્ટ્રનો ભાદર ડેમ હજી ૫૦ ટકા જ ભરાયો છે. સોમાસાની સિઝનમાં હવે માત્ર આ મહિનો છે ત્યારે લોકો અને સરકારને વધુ વરસાદની આશા નથી.
આકાશમાં વાદળા બંધાય છે. હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરે છે પરંતુ ભરેલા વાદળો ખેંચાઇ જાય છે. યાં વરસાદ પડે છે ત્યાં મૂશળધાર પડે છે અને નથી પડતો ત્યાં જમીન પણ ભિની થતી નથી. સૌરાષ્ર્ટ્રના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ર્ટ્રના ૧૪૧ પૈકી મોટાભાગના જળાશયોમાં તળિયે પણ પાણી આવ્યું નથી. આ મહિનામાં જાે સારો વરસાદ ન થાય તો સરકારને આનાવારી કરવી પડશે અને દુકાળ જાહેર કરવો પડશે.
રાજકોટ જિલ્લાનાં ૨૫ ડેમોમાં ૩૨ ટકા જેટલું પાણી છે. આજી–૧માં પણ ૫૦ ટકા પાણીનો જથ્થો આવ્યો છે. રાજકોટને પાણી પૂ પાડતા ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય ડેમોમાં જયાં નર્મદાની લાઈન નથી તેવા ગામોમાં આગામી દિવસોમાં જળસંકટ ઘેં બનશે તેવુ જણાઇ રહ્યું છે. સૌરાષ્ર્ટ્રની જેમ ઉત્તર ગુજરાતમાં પણ પાણીની સમસ્યા વકરી છે. ખેડૂતોને પાક બચાવવા માટે પાણી મળતું નથી. ચોમાસાની સિઝન આ વિસ્તારમાં ફેઇલ જઇ રહી છે.
ભારતના હવામાન વિભાગ તેમજ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ તરફથી ચોમાસા પહેલાં એવી આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ચોમાસુ નોર્મલ રહેશે અને ૯૫ થી ૧૦૫ ટકા વરસાદ થશે પરંતુ આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો નથી. ગુજરાતમાં સરેરાશ ૫૦ ટકા વરસાદ છે. આ સંજાેગોમાં ખેડૂતોને છેલ્લી આશા ભાદરવા મહિના પર છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button