નવી દિલ્હી

ભારતમાં રિક્વરી રેટ ૯૭.૪૮ ટકા હોવા છતાં હજુ વ્યાપક કેસો

દેશમાં કોરોનાના ૩૭૮૭૫ કેસ

 

નવી દિલ્હી,તા.૮
ભારતમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસની સંખ્યામાં અવિરત વધારો જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૩૭૮૭૫ નવા કેસ સપાટી પર આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૩૯૧૨૫૬ નોંધાઇ છે. જે કુલ અસરગ્રસ્ત લોકો પૈકી ૧.૧૮ ટકા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારમાં આંકડા જારી કરવામાં આવ્યા હતા. ભારતમાં કુલ કેસની સંખ્યા વધીને ૩૩૦૯૬૭૧૮ સુધી પહોંચી ગઇ છે. જ્યારે ૩૬૯ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૪૪૧૪૧૧ સુધી પહોંચી ગયો છે. દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા ખુબ જાેરદાર રીતે ઝડપથી ચાલી રહી હોવા છતાં દેનિક કેસો હજુ પણ ૩૦ હજારથી વધારે આવી રહ્યાછે. સાથે સાથે દરરોજ મોતનો આંકડો પણ સેંકડો લોકોમાં છે. વેક્સીનેેશનનો આંકડો હવે ૬૯ કરોડના આંકડાને પાર કરી ગયો છે. કેરળમાં કોરોના કેસમાં સતત વધારો રહ્યો છે. વેક્સીનેશન કેરળમાં ખુબ તેજ હોવા છતાં કેસો વધી રહ્યા છે. સરકારે કહ્યુ છે કે કુલ કેસો પૈકી એક્ટિવ કેસ ૧.૨૩ ટકા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં જ્યાં સુધી ઉલ્લેખનીય ઘટાડો થશે નહીં ત્યાં સુધી સ્થિતીમાં સુધારો થશે નહીં. ભારતમાં વેક્સીનેશનની પ્રક્રિયા દુનિયામાં સૌથી ઝડપી રહી છે. કારણ કે અમેરિકા સહિતના દેશો વેક્સીન આપવા અને તૈયાર કરવાના મામલે ભારતથી પાછળ રહ્યા છે. રિક્વરી રેટ પણ ખુબ ઉંચો રહેલો છે,. દેશમાં ૫૪ કરોડ સેમ્પલમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં રિક્વરી રેટ વધીને ૯૭.૪૮ ટકા થઇ ગયો છે. જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઉંચો છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર, મિઝોરમ સહિતના રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. હજુ મોત અને કેસ વધી રહ્યા છે. ભારતમાં ત્રીજી લહેરને લઇને શંકા પ્રબળ બની રહી છે. જેને લઇને આજે બેઠક મળી રહી છે. પાંચમી સપ્ટેમ્બર સુધી ૫૩ કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દહેશત સતત વધી રહી છે. દૈનિક આધાર પર કેસની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ભારતમાં દરરોજ સરેરાશ ૧૭ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.ભારતમાં હજુુ સુધી ૫૩ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૫૫ દિવસમાં જ ૧૦ કરોડ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં ૫૯ ટકા કેસ નોંધાયા છે. કેરળમાં પોઝીટીવ કેસનો દર ૧૫ ટકા કરતા ઉપર રહ્યો છે. દેશમાં ૪૦ ટકા દૈનિક કેસોમાં વધારો થયો છે. કોરોનાના દૈનિક કેસોમા ફરીવાર ઉલ્લેખનીય વધારો થયો છે. હાલમાં સાવધાની જરૂરી છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કેસોની સંખ્યા ગઇકાલની તુલનામાં વધી છે. ઓરિસ્સા અને કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button