નવી દિલ્હી

૪૧થી વધારે ડ્રગ્સ કેદીઓના મોત નિપજ્યા ઇન્ડોનેશિયામાં જેલમાં આગ

મોટી સંખ્યામાં કેદીઓ દાજી ગયા : બૈન્ટન પ્રાંતમાં ઘટના

 

બૈન્ટન,તા,૮
ઇન્ડોનેશિયાના બૈન્ટન પ્રાંતની એક જેલમાં વિનાશક આગ ફાટી નિકળ્યા બાદ ૪૧ ડ્રગ્સ કેદીઓના મોત થઇ ગયા છે. જ્યારે ૩૯ કેદીઓ દાજી ગયા છે. કાનુન અને માનવઅધિકાર મંત્રાલયના જેલ વિભાગ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે આગ લાગવાના કારણે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી છે. જેલને ખાલી કરાવી લેવાની પ્રક્રિયા મોડે સુધી ચાલી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારે જહેમત બાદ આગ પર થોડાક સમયમા ંજ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તમામ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રવકતા રિકા અપ્રિતીએ કહ્યુ છે કે અધિકારી હજુ પણ જાકર્તાના બહારી વિસ્તારમાં તાંગેરાંગ જેલના બ્લોક સી, ડે ડ્રગ અપરાધીઓ માટે રાખવામાં આવ્યા છે ત્યાં આગના કારણમાં તપાસ કરી રહ્યા છે.
તાંગેરાગ જેલ પર અંકુશ માટે સેંકડો પોલીસ અને સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જેલને ૧૨૨૫ કેદી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. જાે કે તેમાં ૨૦૦૦ કરતા વધારે કેદીઓ હાલમાં રહેલા છે. આગ ફાટી નિકળ્યા બાદ બ્લોક સી પર ૧૨૨ સજા મેળવી ચુકેલા કેદીઓને રાખવામાં આવ્યા હતા. જેલ બ્રેક અને હિંસા ઇન્ડોનેશિયામાં સામાન્ય બાબત છે. અહીંની જેલમાં વ્યાપક ભીડ પણ એક સમસ્યા છે. અહીં મોટી સંખ્યામાં અપરાધીઓને ડ્રગ્સના મામલે રાખવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં વ્યાપક જેલની ઘટના બનતી રહે છે. જેમાં મોટી સંખ્યામાં કેદીઓ ફરાર થઇ જાય છે. આગ ફાટી નિકળ્યા બાદ અહીંથી પણ કોઇ ખતરનાક કેદીઓ ફરાર થઇ ગયા છે કે કેમ તે અંગે માહિતી મળી નથી. બીજી બાજુ અપરાધીઓ પૈકી કોઇએ આગ લગાવી હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. નવી વિગત પોલીસ તપાસ બાદ જાહેર કરે તેમ માનવામાં આવી રહ્યુ છે.પ્રાથમિક તપાસ હાલમાં જારી છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button