BreakingElectionઆણંદગુજરાત

કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? જુઓ LIVE અપડેટ….

કમલમમાં 3 વાગ્યે ધારાસભ્યોની બેઠકમાં નક્કી થશે CM, રૂપાણી-પાટીલ-નિતિન પટેલ કમલમ પહોંચ્યા, કોર કમિટિની મિટિંગ ચાલુ

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યો છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે.

  • ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ, ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી, હવે ધારાસભ્ય દળની બેઠકમાં નામ કરાશે રજૂ થોડીવારમાં થશે મોટી જાહેરાત
  • ફરી ગુજરાતને સરપાઇઝ આપશે PM મોદી, CM માટે સામે આવશે ચોંકાવનારું નામ : સૂત્ર
  • નવા મુખ્યમંત્રીના નામ પર મંથન શરૂ, કમલમની કોર કમિટીમાં સીએમનું નામ નક્કી થાય બાદ ધારાસભ્ય દળની બેઠકમાં નામ મુકાશે, નામની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રી સાથે આજે ધારાસભ્યો રાજ્યપાલને મળશે, નવા મુખ્યમંત્રીનો પ્રસ્તાવ વિજય રૂપાણી કરશે તેવી શક્યતા
  • ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક પૂર્ણતાનાં આરે, ટૂંક જ સમયમાં ગુજરાતને મળશે નવા મુખ્યમંત્રી
  • ગુજરાતના નવા મુખ્યમંત્રી મુદ્દે મહત્વના સમાચાર : નવા મુખ્યમંત્રી તરીકે ચોંકાવનારુ નામ આવી શકે છે સામે: સૂત્ર

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button