આણંદ

તારાપુર મોટી ચોકડી પર ડાયવર્ઝનને કારણે ટ્રાફિકજામ થતા ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી

સાંજના સાત વાગે બંને બાજુએ લાંબી કતારો લાગતા વાહન ચાલકો વરસાદી વાતાવરણમાં હેરાન પરેશાન થયા

આણંદ, તા. ૧૩
તારાપુર બગોદરા સીક્સલેન રોડ ઉપર ઠેર ઠેર કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવે છે. પરંતુ યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી. જેના કારણે રવિવાર સાંજના સાત વાગ્યાના અરસામાં ટ્રાફિક બંને સાઈડે જામ થઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વરસાદ ચાલુ હોય જેના કારણે ડાયવર્ઝનના કાચા રસ્તા વાહનો ધીમી ગતીએ દોડાવવા પડે છે. જેના કારણે અવાર નવાર ટ્રાફિકજામના પ્રશ્નો બને છે ત્યારે હાઈવે ઓર્થોરીટી કે સ્થાનિક તંત્ર દ્વારા આ પ્રશ્નનો કાયમી નિરાકરણ લાવવા માટે કે હાઈવેનું કામ તાત્કાલિક પુરું કરવા માટે કોઈ કાર્યવાહી કરાતી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળે છે.
તારાપુર મોટી ચોકડી પાસે રવિવારે સાંજે ડાયવર્ઝન ટ્રાફિકજામ થતા બંને બાજુ વાહનોની પાંચ પાંચ લેનમાં કતારો લાગેલી જાેવા મળી હતી.  અને ત્રણ ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગતા દોઢ થી બે કલાક સુધી વાહન ચાલકો ફસાઈ ગયા હતા. જેમાં ખાસ કરીને અગત્યના કામ માટે નીકળેલા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો વળી બીજી બાજુ વરસાદ ચાલુ હોવાથી લોકો હેરાન પરેશાન થયા હતા. ભાવનગરથી સુરત જવા માટે નીકળેલ એક પરિવારસાડા ચાર કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ જતા તેઓનું અગત્યનું કામ રખડી પડ્યું હતું. વાસદ, તારાપુર, બગોદરા સીકસલેનનું રોડનું કામ ઘણા સમયથી ચાલે છે તેના કારણે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. તારાપુર ચોકડી ઉપર પણ ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી.જેને લઈને ટ્રાફિકજામ અવાર નવાર થતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button