આણંદ

ઠાસરા તાલુકાના ગુમડીયા ગામે ઝાડી ઝાંખરામાંથી તડછોડેલું નવજાત શીશુ મળ્યું

જાગૃત નાગરિક અને પત્રકાર દ્વારા તાત્કાલિક નવજાત શીશુને સારવાર માટે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયું

આણંદ, તા. ૧૩
ખેડા જીલ્લામાં અવાર નવાર તડછોડી લીધેલા બાળકો મળી આવે છે. સામાજીક બદીઓને કારણે ક્યારેક કુંવારી યુવતી માતા બનતી હોય છે. પરંતુ સમાજના ડરથી તાજા જન્મેલા બાળકને તડછોડી લેવાના બનાવો વધી ગયા છે. સોમવાર સવારે પણ ઠાસરા તાલુકાના ગુમડીયા ગામે સીમ વિસ્તારમાં ઝાડી ઝાંખરા વચ્ચે તાજુ જન્મેલ બાળક કોઈ અજાણી સ્ત્રી મુકીને ચાલી ગઈ હતી. વહેલી સવારે કામઅર્થે નીકળેલા ગ્રામજનોએ ઝાડી ઝાંખરામાંથી બાળકના રડવાનો અવાજ આવતા બધા ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક જાગૃત પત્રકાર દ્વારા આ બાબતે ગામના સરપંચ અને ઠાસરા પોલીસને જાણ કરી હતી. અને તાત્કાલિક નવજાત શીશુને ઝાડી ઝાંખરામાંથી બહાર કાઢીને ૧૦૮ દ્વારા ડાકોર રેફરેલ હોસ્પિટલમાં મોકલી દીધો હતો. ત્યારબાદ ઠાસરા પોલીસે આ બાબતે અજાણી મહિલા વીરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજીબાજુ નાનકડા ગામમાં કોઈ બાળક તરછોડીને જતી રહેતા ગ્રામજનો બાળકને તરછોડી દેનાર મહિલા પર ફીટકાર વરસાવી રહ્યા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button