આણંદ

પીપળાવ આશાપુરી મંદિરે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો, મેળો બંધ રહ્યો

આણંદ, તા. ૧૪
ધરો આઠમે આશાપુરી માતાજીનો ધરતી ઉપર પ્રાગટ્ય થયો હતો. જેથી તમામ આશાપુરી માતાજીના મંદિરોમાં ધરો આઠમે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવે છે.જેમાં સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલા આશાપુરી માતાના મંદિરે દરવર્ષે   ધરો આઠમે  મેળા સહિતના ધાર્મિકકાર્યક્રમ યોજવામાં આવે છે.જાે કે કોરોના કારણે  મેળો બંધ રાખવામાંઆવ્યો હતો.
પીપળાવ આશાપુરી માતાના મંદિર વહેલી સવારે આરતી કરવામાં આવી હતી.ત્યારબાદ માતાજીને સોળે શણગાર સજાવવામાં આવ્યા હતા. તેમજ  મહાપૂજા  કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીને  છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતા. ત્યારબાદ બપોરે મહાઆરતી ઉતારવામાં આવી હતી. તેમજ દિવસ દરમિયાન વિવિધ મહાપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો.
જ્યારે ભાલેજ ભદ્રકાળી વાવ ખાતે ધરો આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે વર્ષોની પરંપરા મુજબ ભરાતા મેળાને મોકુફ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધરો આઠમ નિમિત્તે આણંદ શહેર સહિત જીલ્લામાં ગૃહિણીઓએ ધરોની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button