આણંદ

પીપળાવ નજીક બે માસ અગાઉ આંગડીયા પેઢીની કાર લુંટના પ્રકરણમાં વધુ ચાર આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા

આણંદ, તા. ૧૪
પીપળાવ સીમમાં ૨૭મી જુનના રોજ મોડી રાત્રે આંગડીયા પેઢીની કાર અટકાવીને લાખો રુપિયાની લુંટ ચલાવી લુંટારાઓ ભાગી ગયા હતા. જેમાં પોલીસે અગાઉ પાંચ લુંટારુઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર લુંટારુ નાસતા ફરતા હતા. તેઓને પણ પોલીસ ઝડપી લાવી છે. જેમાં એક મહિલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે રીમાન્ડ લઈને તેઓની પુછપરછ કરતા તેઓએ ચોંકાવનારી કબુલાતો કરી છે.
આંગડીયા પેઢીની લુંટ પ્રકરણમાં અગાઉ વિક્રમજી ભવાનજી ઠાકોર, નીકુલસિંહ સોલંકી, પ્રકાશભાઈ રાવળ સહિત પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ લુંટમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓમાં દર્શન રબારી, સીકંદર નાગોરી, કેતનભાઈ ગઢવી, હારુખખાન નાગોરી સહિત એક મહિલાને ઝડપી પાડી છે. પોલીસે રીમાન્ડ મેળવીને પુછપરછ કરતા ઝડપાયેલ મહિલા નીરુબેનનો પતિ કેતનને સાથે રાખીને પુછપરછ કરી હતી. જેમાં અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ચાર લાખ રુપિયા અને સોનાના દાગીના, ૬,૧૧, ૧૭૪ તથા ૭૧,૮૫૯ નો મુદામાલ કબ્જે લીધો હતો. જ્યારે બીજા મુદામાલ બાબતે તપાસ ચાલુ છે. જેમાં નીરુબેન પાસેથી ૮૭,૭૩૦ ના સોના ચાંદીના દાગીના મળી આવેલ છે. હજુ પણ માલ રીકવર કરવાનો હોવાથી પોલીસે ઝડપાયેલા તમામ ઈસમોની સઘન પુછપરછ હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button