આણંદ

ઝેરી રસાયણોનો બેફામ નિકાલ કરી પર્યાવરણ અને પ્રકૃતિને માફિયાઓને શું રોકી શકશે તંત્ર ?

આણંદ, તા. ૧૪
માતર તાલુકામાં સાયલા ગામના બસસ્ટેન્ડ નજીક આવેલ શિકોતર માતાજીના મંદિર સામે ભલાડા ગામની હદમાં આવેલી ગૌચર જમીનમાં બેફામ બનેલા માથાભારે ભૂમાફિયા તથા કેમિકલ માફીઓ દ્વારા ગેર કાયદેસર રીતે મોટા મોટા ખાડાખોદકામ કરીને બહારથી ઝેરી કેમિકલ ટેન્કરો દ્વારા વારંવાર લાવી રાત્રીના સમયે ઠાલવમાં આવે છે. જેને લઈને પકૃતિ અને પર્યાવરણને ભારે નુકશાન થાય છે. બીજી બાજુ પરીયેજનું સૌથી મોટું તળાવ પણ આવેલુ છે. ત્યાં દેશ-વિદેશથી દર વર્ષે અનેક પક્ષીઓ આવતા હોવાથી જેને ગુજરાત સરકાર દ્વારા પક્ષી અભ્યારણ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે અને પરીયેજ તળાવના આસપાસના વિસ્તારને ઇકો ટુરીઝમ પ્લેસ  તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ અભ્યારણમાં દર વર્ષે કેટલાય પ્રકારના વિદેશી પક્ષીઓ આવતા હોવાથી અને તેઓ પોતાનો આશરો આ વિસ્તારને બનાવતા હોવાથી આ વિસ્તારની દેખ રેખ જંગલ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. તેમજ આ વિસ્તારમાં નીલ ગાયો મોટી સંખ્યામાં વસવાટ કરતી હોય પોતાની તરસ છીપાવવા અવાર નવાર પાણી પીવા માટે આવતી હોય છે. આ બધું જાણતા હોવા છતાં ભૂમાફિયા અને કેમિકલ માફિયાઓ દ્વારા અહિયાં કેમિકલ ઠાલવીને આ પ્રકારના જીવસૃષ્ટિનો વિનાશને નોતરતું કૃત્ય કરવામાં આવી રહ્યું છે
મહત્વનું છે કે આ કેમિકલ માફીઓ માટે પરીએજ, સાયલા અને ભલાડા ગામનો આ સીમવિસ્તાર એક મોટો અડ્ડો બની ગયો હોય તેમ સ્પસ્ટ દેખાઈ રહ્યું છે.તો બીજી બાજુ આવેલ પરીયેજ તળાવમાં નર્મદા અને મહી સિંચાય યોજના દ્વારા પાણી લાવી અને તેને ચોખ્ખું કરી છેક પરીયેજ પાણી પુરવઠા જૂથ યોજના દ્વારા આજુ બાજુના ગામડાઓને અને ચેક કાઠીયાવાડ સુધીના વિસ્તારોમાં પીવાનુ પાણી પુરૂ પાડે છે. તો બે વર્ષ અગાઉ સાયલા ગામ પાસે મહી કેનાલમાં કોઈ કેમિકલ માફીઆઓ દ્વારા કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલાવામાં આવ્યું હતું પરંતુ ગામના જાગૃત નાગરિકોને જાણ થતા મોટી જાનહાની ટળી હતી પરતું કેટલાય પાણીજન્ય માછલીઓ અને અન્ય જળચર જીવોના પોતાનો જીવ ગુમાવાનો વાળો આવ્યો હતો. જેની ગંભીર નોધ પણ લેવામાં આવી હતી. તેમ છતાં આ પ્રકારના કેમિકલ માફિયાઓને કોઈની બીકનાં હોય તેમ ખુલ્લે આમ આતંક મચાવી રહ્યા છે.
જેની પણ ગંભીર નોધ લેવામાં આવી હતી.તેમ છતાં આ કેમીકલ માફીયાઓ સુધરવાનુ નામ જ લેતા નથી.જાે વારંવાર આવીજ રીતે ચાલશેતો પરીએજ પક્ષી અભ્યારણ નામશેષ બની જશે.જેને લઇને બહાર થી આવતા દેશ વિદેશના લોકો માં એક શોકનુ મોજુ ફરી વળશે. આ કેમિકલ માફીયાઓ ઉપર ફોરેસ્ટ વિભાગ .તથા ખાણ ખનીજ વિભાગ કે પોલીસ પ્રશાસન શુ અંકુશ લગાવશે ખરૂ ? આવા શખ્સો ને પકડીને કોઇ કાયદાકીય કાર્યવાહી કરી મોટી સજા થશે ખરી ?આ અહેવાલ બાદ સરકારી પ્રશાસન કે જીવસૃષ્ટિ દયા વિભાગ આવા માથાભારે કેમિકલ માફીયાઓને કયારે સજા કરાવે છે તે હવે જાેવુ રહયું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button