નવી દિલ્હી

સિનિયર મંત્રીઓ મોભો રહેશે કે જશે ? ભૂપેન્દ્ર સરકાર : ૨૦૨૨ વિધાનસભા ધ્યાને લઇ નવું પ્રધાનમંડળ બનશે

કેબિનેટની રચનાની કવાયત જારી : ૧૭મી પહેલા કેબિનેટ

 

ગાંધીનગર,તા. ૧૫
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની તાજપોશી કરવામાં આવ્યા બાદ હવે કેબિનેટમાં પણ ધરખમ ફેરફારના ભણકારા વાગી રહ્યા છે. તમામ સિનિયરોને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. સાથે સાથે નવા ચહેરાઓને તક અપાશે. કવાયત જાેરદાર રીતે ચાલી રહી છે. લોબીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. કેબિનેટમાં નવા ચહેરાઓ જે સામેલ થઇ શકે છે તેમાં નીમાબેન આયાર્ચ, કિર્તીસિંહ વાઘેલા, શશીકાંત પંડ્યા, આશા પટેલ, રાજેન્દ્ર સિંહ ચાવડા, ગજેન્દ્રસિંહ પરમાર, કનુ પટેલ, રાકેશ શાહ, અરવિંદ રૈયા, ગૌવિંદ પટેલ, દેવા માલુમ , આરસી મકવાણા, ,જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, કુબેર ડિંડોર, કેતન ઇનામદાર, મનીષા વકિલને તક મળી શકે છે. આ ઉપરાંત કેબિનેટમાં જેમને સામેલ કરવામાં આવી શકે છે તેમાં હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, મોહન ડોઢિયા, નરેશ પટેલ, કનુભાઇ દેસાઇને સામેલ કરવામાં આવી શકે છે. હજુ સુધી કોઇ નક્કર સંકેત મળ્યા નથી.
આ તમામના નામ પર અટકળો જ ચાલી રહી છે. હાલના કેટલાક પ્રધાનોને પ્રમોશન આપવામાં આવી શકે છે. હાલના ૨૨ મંત્રી પૈકી ૧૩ મંત્રીના નામ પર કાતર ફરી વળે તેવા સંકેત છે. ૧૫ નામ ઉમેરાઇ શકે છે. અનેક નવા ચહેરા રહેશે.અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલને સોમવારના દિવસે કમાન સોંપી દેવામાં આવી હતી. ભુપેન્દ્ર પટેલની રવિવારના દિવસે મુખ્યપ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદથી જ તેમની શપથવિધીની તૈયરી પણ શરૂ કરવામાં આવી હતી.સોમવારના દિવસે તેમની શપથવિધી યોજાઇ હતી.
જેમાં વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યા હતા. તેમની શપથવિધી ભારે ઉત્સાહના માહોલમાં યોજાઇ હતી. જેમાતમામ ભાજપના ટોપના નેતાઓ, કેન્દ્રિય પ્રધાનો અને કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યાહતા. શપથવિધીમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પહોંચી ગયા હતા. તે પહેલા સરકાર રચવાનો દાવો કર્યાબાદ ભુપેન્દ્ર પટેલ અડાલજ સ્થિત દાદા ભગવાનના મંદિરમાં પહોચ્યા હતા. જ્યાં ખાસ દર્શન કર્યા હતા. આ અગાઉ નવા મુખ્યપ્રધાન બનેલા ભુપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસીને રાજભવન પહોંચી ગયા હતા. તેમની પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ તેમને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે જ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ઘાટલોડિયા બેઠક પરથી બીજા મુખ્યપ્રધાન બન્યા છે. તે પહેલા આનંદીબેન પટેલ પણ મુખ્યપ્રધાન બન્યા હતા. અગાઉ ૨૦૧૨માં આ જ બેઠકથી આનંદીબેન પટેલ ચૂંટાયા હતા. ં

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button