નવી દિલ્હી

પિતા ભંગારમાંથી સાઇકલ લઈ આવ્યા, પુત્રએ માત્ર ૧૨ હજારનો ખર્ચ કરી સોલર સાઇકલ બનાવી

અમદાવાદ,તા.૧૫
પુત્રનો ઇનોવેશન પ્રત્યેનો લગાવ જાેઈને પિતા ભંગારમાંથી સાઇકલ લઇ આવ્યા. આ ભંગાર સાઇકલમાં માત્ર ૧૨ હજાર રૂપિયાનો ખર્ચ કરીને પુત્રએ સોલર સાઇકલ તૈયાર કરી દીધી. આ સાઇકલની બેટરીને ચાર્જ કરવી પડતી નથી. બેટરી દિવસે સોલરથી ચાર્જ થઇ જાય છે અને રાત્રે ટાયર સાથે જાેડાયેલા ડાઇનેમોથી ચાર્જ થાય છે, એટલે કે જીરો કોસ્ટમાં આ જી-સાઇકલ(સોલર સાઇકલ)ને ચલાવી શકાય છે.
વડોદરા શહેરના વાડી રંગમહાલ વિસ્તારમાં રહેતો નીલ શાહ પ્રતાપનગર રોડ પર આવેલી ઝેનિથ સ્કૂલમાં ધો-૧૨ના સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે નીલ ધો-૬માં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને વિજ્ઞાન અને ઇનોવેશન પ્રત્યે લગાવ હતો અને તે અલગ-અલગ વસ્તુઓ તૈયાર કરતો હતો. ધીરે-ધીરે તેનો વિજ્ઞાનમાં રસ વધતો ગયો અને લોકડાઉનના સમયમાં નીલે સોલર સાઇકલ બનાવવાનું નક્કી કર્યું હતું અને તેને પોતાના ટીચર અને પિતાની મદદથી સોલર પેનલ અને ડાઇનેમોથી ચાલતી સોલર સાઇકલ તૈયાર કરી હતી.
સોલર સાઇકલનું ઇનોવેશન કરનાર સ્ટુડન્ટ નીલ શાહે જણાવ્યું હતું કે મારી સોલર ઊર્જા આધારિત સાઇકલ પર્યાવરણ બચાવવામાં ખૂબ જ ઉપયોગી છે અને આ સાઇકલ રૂપિયા પણ બચાવે છે. આ સાઇકલની બેટરીને ચાર્જ કરવી પડતી નથી. એ સાઇકલ ચલાવવાની ઓટોમેટિક જ ચાર્જ થયા કરે છે. આ સાઇકલમાં ચાર્જિંગ માટેના બે સ્ત્રોત છે. જ્યારે તમે દિવસે સાઇકલ ચલાવો છો ત્યારે સોલર પેનલ આ સાઇકલની બેટરીને ચાર્જ કરે છે, જ્યારે રાત્રે સાઇકલ ચલાવતી વખતે ટાયર સાથે જાેડાયેલો ડાઇનેમો બેટરીને ચાર્જ કરે છે.તેણે વધુમાં જણાવ્યું હતું કે હું જ્યારે ધો-૭માં અભ્યાસ કરતો હતો ત્યારે મને વિજ્ઞાનનાં પુસ્તકોના વાંચનમાં ખૂબ જ રસ હતો. મારા ઘર પાસે આવેલી લાઇબ્રેરીમાંથી હું પુસ્તકો લાવીને વાંચતો હતો. મને પુસ્તકો વાંચીને ઇનોવેશનમાં રસ પડ્યો હતો અને સ્કૂલના ટીચર્સના માર્ગદર્શનથી હેલિકોપ્ટર, ટેલિસ્કોપ, એટીએમ, પ્રોસેસિંગ પ્રિન્ટર અને રોબોટ સહિતની વસ્તુઓ બનાવતો હતો

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button