નવી દિલ્હી

સમયસર જીવનશૈલીમાં પરિવર્તન અને જમવાની યોગ્ય ટેવ જરૂરી પ્રિ ડાયબિટીસ વોકઅપ એલાર્મ

પ્રિ ડાયબિટીસની સમસ્યા કોઇ પણ વયમાં થઇ શકે છે, પરંતુ ૨૫-૩૫ વયના લોકો તેના શિકાર વધારે પ્રમાણમાં થઇ જાય છે

પ્રિ-ડાયબિટીસ વોકઅપ એલાર્મ તરીકે છે. હાલમાં જ કરવામાં આવેલા તબીબી અભ્યાસમાં પણ આ વાત સામે આવી ચુકી છે. હેલ્થ એલર્ટના વિષયમાં આજે અમે આ વિષય પર ચર્ચા કરવા જઇ રહ્યા છીએ. પ્રિ ડાયબિટીસ એ સ્થિતી છે જેમાં દર્દીના બ્લડ ગ્લુકોઝ લેવલ ઉચ્ચ સ્તર પર તો છે પરંતુ તે ડાયાબિટીસ કહી શકાય તે સ્તર પર હોતા નથી. કોઇ પણ સમજદાર વ્યક્તિમાટે આ સ્થિતી સાવધાન થઇ જવાની અને પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરી દેવા માટેની હોય છે. સમયસર પગલા લેવામાં આવે તે જરૂરી છે. ખાવાપીવાની ટેવમા ંપણ તરત સુધારા કરી દેવા જાેઇએ. ખાવાપીવાની ટેવમાં સારી ટેવ ઉમેરી દેવી જાેઇએ. પ્રી-ડાયબિટીસની સમસ્યા કોઇ પણ વયમાં થઇ શકે છે. પરંતુ સામાન્ય રીતે આ તકલીફ ૨૫-૩૫ વર્ષની વયમાં થાય છે. પ્રિ-ડાયબિટીસ બે પ્રકારના મુખ્યરીતે હોય છે. જેમાં એક ઇમ્પેયર્ડ ફાસ્ટિંગ અને ઇમ્પેયર્ડ ગ્લોકોઝ ટોલરન્સનો સમાવેશ થાય છે. જ્યારે ફાસ્ટિંગ પ્લાજ્મા ગ્લુકોઝ ૧૦૦થી ૧૨૫ એમજીની વચ્ચે રહે છે ત્યારે ઇમ્પેયર્ડ ફસ્ટિંગ ગ્લુકોઝ અને જ્યારે ગ્લુકોઝ ટોલરેન્સ ટેસ્ટ ૧૪૧થી ૧૯૯ સુધી રહે છે ત્યારે ઇમ્પેયર્ડ ગ્લુકોઝ ટોલરન્સ ડાયબિટીસ હોય છે. મુશ્કેલ એ છે કે મોટા ભાગના લોકોને પ્રિ- ડાયબિટીસની માહિતી પણ મળી શકતી નથી. તેના લક્ષણો જાણી શકાતા નથી. પ્રિ- ડાયબિટીસમાં કેટલાક લક્ષણો જાેવા મળી પણ શકે છે. જ્યારે કેટલાક લક્ષણ નહી પણ દેખાય છે. વધારે પ્રમાણમાં તરસ લાગવી, થાક લાગવી, આંખમાંથી ઓછુ દેખાવવાની બાબત, મોમાં ઇન્ફેક્શનના લક્ષણ તેના હોય છે. આ ઉપરાંત ચહેરા અને ગર્દન પર ડાર્ક પિગમેન્ટેન્શન અને હાઇ બીપીનો સમાવેશ થાય છે. આના કારણે સતત આળશ આવે છે. ખાવાની ટેવ તરત સુધારી દેવામાં આવે તે જરૂરી છે. મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યક્તિ પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીશથી પણ પરેશાન છે. મહારાષ્ટ્રમાં આનાથી પણ ચિત્ર ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં દર ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ હાઈપરટેન્શન અને ડાયાબિટીશથી પરેશાન છે.તાજેતરમાં જ કરાયેલા અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી માહિતી આપવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સ્કીની ઇન્ડિયાસ ટ્‌વીન ઇપીડેમીક (એસઆઈટીઈ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે આ બે રોગથી મોટાભાગના લોકો પરેશાન થયેલા છે. ભારતના સૌથી મોટા ક્લીનીક આધારિતસર્વેમાં ઘણી બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. મુંબઈમાં આ સર્વેના તારણો જાહેર કરવામાં આવી ચૂક્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એકંદરે આરોગ્ય ચિત્ર ચિંતાજનક છે. ૬૦ ટકા અથવા તો દરેક પાંચ ભારતીયો પૈકી ત્રણ ડાયાબિટીશ અથવા તો હાઈપરટેન્શન અથવા તો બંને રોગથી ગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં આ ટકાવારી ૬૭ ટકાની આસપાસ છે. ચકાસવામાં આવેલા લોકો પૈકી ૪૦ ટકાથી વધુ લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત નજરે પડ્યાં છે. દરેક બીજી વ્યક્તિ હાઈપરટેન્શનથી ગ્રસ્ત છે. એક માત્ર મહારાષ્ટ્ર ઉપર જ ધ્યાન આપવામાં આવે તો અહીં પણ હાલત કફોડી બનેલી છે. ૮ રાજ્યોને આવરી લઈને આ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button