નવી દિલ્હી

પીએમ આવાસ હેઠળ ૩.૬૧ લાખ મકાન બનશે લાખો નવા સસ્તા મકાન બનશે

શહેરી ક્ષેત્રોમાં લાખો નવા મકાન બનવાથી ગરીબોને રાહત

 

નવી દિલ્હી,તા.૧૫
પીએમ આવાસ યોજના હેઠળ શહેરી ક્ષેત્રોમાં ૩.૬૧ લાખ નવા મકાન બનાવવામાં આવશે. આના કારણે ગરીબઅને મધ્યમ વર્ગના લોકોને રાહત થશે. નિર્માણ માટે ૭૦૮ પ્રસ્તાવને લીલીઝંડી મળી ગઇ છે. યોજના હેઠળ ૧.૧૨ કરોડ મકાનોને હજુ સુધી મંજુરી મળી ચુકી છે. શહેરી ક્ષેત્રોમાં આવાસની જરૂરિયાતને ધ્યાનમાં લઇને આ યોજના ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્રિય મંજુરી અને નિરીક્ષણ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પ્રસ્તાવોને મંજુરી મળી ગયા બાદ શહેરી ક્ષેત્રોમાં સસ્તા આવાસના મકાનોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ મળશે. શહેરી આવાસ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે મહામારીની બીજી લહેર બાદ સમિતિની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ૧૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધીઓ હાજર રહ્યાહતા. મંત્રાલયના કહેવા મુજબ યોજના હેઠળ હજુ સુધી ૧.૧૨ કરોડ મકાન બનાવવા માટેની મંજુરી મળી ચુકી છે. તે પૈકી ૮૨.૫ લાખ મકાનોનુ નિર્માણ કામ જારી છે. ૪૮.૩૧ લાખ મકાનો પૈકી મોટાભાગના લાભાર્થીઓને આપવામાં આવી ચુક્યા છે. પીએમ આવાસ યોજના પર કુલ ૭.૩૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારની હિસ્સેદારી ૧.૮૧ લાખ કરોડની રકમ પૈકી ૯૬૦૬૭ કરોડ રકમ જારી કરવામાં આવી ચુકી છે.
લખનૌ સહિત છ શહેરોમાં આવાસ યોજના પર ધ્યાન અપાયુ છે. પીએમ આવાસ યોજના હેઠળ લાખો લોકોને આવાસની ફાળવણી કરવામાં આવી રહી છે. પીએમ આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહેલા આવાસને લઇને લાભ લેનાર લોકો સંતુષ્ટ છે. શહેરી ક્ષેત્રોમાં આવાસની યોજના વધારે તીવ્ર ગતિથી જારી છે. યુપીમાં આ ગતિ વધારે દેખાઇ રહી છે. કારણ કે ત્યાં ચૂંટણી પણ આવનાર છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button