નવી દિલ્હી

મેઘમહેર હવે મેઘકહેર : સ્થળાંતરનો દોર જારી ,સૌરાષ્ટ્રમાં હજુ હાલત ખરાબ

રાજકોટ, જુનાગઢ, જામનગર સહિતના ક્ષેત્રો જળબંબોળ

 

ગાંધીનગર,તા. ૧૫
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગોમાં હજુ જળબંબાકારની સ્થિતી રહેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી છે. હજારોની સંખ્યામાં લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૯૭ તાલુકામાં વરસાદ થયો છે. જુનાગઢના માંગરોળમાં સૌથી વધુ ૬.૫ ઇંચ વરસાદ થયો છે. કેશોદમાં ૫.૫ ઇંચ, જુનાગઢમાં ચાર ઇંચ વરસાદ થયો છે. વંથલીમાં ચાર ઇંચ વરસાદ થયો છે. માળિયામાં ૩.૫ ઇંચ વરસાદ થયો છે. રાજ્યના ૫૪ તાલુકામાં એક ઇંચ કે તેથી વધારે વરસાદ થયો છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે ગુજરાતમાં આગાહી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવીછે. સૌરાષ્ટ્રમાં હાલત ખરાબ છે. જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મેઘમહેર હવે મેઘકહેર બની ગઇ છે. ઉપલેટામાં ભારે વરસાદના કારણે મોજ ડેમમાં ૨૮ દરવાજા ખોલવામાં આવ્યા છે. મોજ ડેમનુ પાણી છોડવામાં આવતા પુરના પાણી ઉપલેટામાં ઘરમાં ઘુસી ગયા છે. સૌરાષ્ટ્રમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અનરાધાર વરસાદના કારણે ન્યારી -૧ ઓવર ફ્લો થતા રાહત પણ થઇ છે. આજી, ભાદરમાં ૩૦૦ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં પાણી આવ્યુ છે. જામનગર, જુનાગઢ, ગોંડલમાં પણ ભારે વરસાદ થયો છે. સ્કુલ, કોલેજાે બંધ રાખવાની ફરજ પડી રહી છે. બીઆરટીએસના રૂટ બંધ રાખવામાં આવ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. હાથીકાના, કેવડાવાડી, પંયાયત ચોક , જંગલેશ્વરમાં પાણી ભરાયા છે. શહેર જળબંબાકામાં ફેરવાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ૨૦૧૨માં સપ્ટેમ્બર મહિનામા ંજ મેઘરાજાએ જાેરદાર બેટિંગ કરીને ૨૪ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ પાડી દીધો હતો. આવી જ રીતે આ વખતે પણ ૨૫ ઇંચ વરસાદ થઇ ગયો છે. વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રમાં તો હાલત ખરાબ થયેલી છે. સૌરાષ્ટ્‌માં તમામ જગ્યાએ ભારે વરસાદ થઇ ગયો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button