નવી દિલ્હી

રોગચાળાનો સકંજાે : લોકો તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના સકંજામાં મચ્છરજન્ય રોગોને કઇ રીતે રોકાય?

રોગના લક્ષણ, તેનાથી બચવાના ઉપાય અને સારવાર અંંગે માહિતી હોવાની સ્થિતીમાં પરિવારને ઇન્ફેક્શનથી બચાવી શકાય છે

 

બદલાતા હવામાનની સાથે સાથે હાલમાં દેશમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્ક્રબ ટાઇફસ જેવી બિમારીઓ સામાન્ય રીતે થઇ રહી છે. આ બિમારીના લક્ષણ, તેનાથી બચવાના ઉપાય અને તેની સારવાર અંગે વધારે માહિતી હોવાની સ્થિતીમાં વ્યક્તિ તેના ઇન્ફેક્શનથી પોતાના પરિવારને સરળતાથી બચાવી શકાય છે. નિષ્ણાંત તબીબોએ આ સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે ડેન્ગ્યુના કેસમાં શરૂઆતમાં તેજ તાવ આવે છે. તેમાં ઠંડી પણ લાગે છે. ડેન્ગ્યુના શરૂઆતી લક્ષણમાં રોગીને તેજ ઠંડી લાગીને તાવ આવી ગયા બાદ આ રોગ સકંજાે મજબુત કરવાના પ્રયાસ કરે છે. આના કારણે માથામાં દુખાવા, કમરમાં દુખાવા અને જાેડમાં દુખાવાની ફરિયાદ દર્દી કરે છે. તેને ઉલ્ટી થવાની શરૂઆત પણ થાય છે. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. કેટલાકને લો બ્લડપ્રેશરની તકલીફ પણ થઇ જાય છે. ડેન્ગ્યુના સારવારમાં જાે વિલંબ કરવામાં આવે તો તે ડેન્ગ્યુ હેમોરેજિક ફીવરમાં ફેરવાઇ જાય છે. જેથી તે વધારે ખતરનાક બની જાય છે. હેમોરેજિક ફીવર થવાનો ખતરો દસ અથવા તો તેનાથી નાની વયના બાળકોમાં થવાનો વધારે રહે છે. આ તાવમાં પહોંચી ગયા બાદ દર્દીને સ્વસ્થ થવામાં ૧૫-૨૦ દિવસ લાગી જાય છે. જાણકાર તબીબો કહે છે કે લક્ષણ અંગે માહિતી મળ્યા બાદ તરત જ તેની સારવાર કરવામા ંઆવે તે જરૂરી છે. આ તકલીફ થવાની સ્થિતીમાં દર્દીને વધુને વધુ પાણી અને પ્રવાહી ચીજવસ્તુઓ આપીને તેને આરામ કરવામાં આવે તે જરૂરી છે.તેજ તાવ હોવાની સ્થિતીમાં પેરાસિટામોલ દરેક ચાર થી છ કલાકમાં આપવામાં આવે તે પણ જરૂરી છે. શરીરને ઢાકીને રાખવામાં આવે તે જરૂરી છે. મચ્છરો કરડે નહી તેની સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. પ્લેટલેટ્‌સ ઓછા પ્રમાણમા ંરહેવા અને બીપી ઓછા પ્રમાણમાં રહેવાની સ્થિતીમાં તબીબનો સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે. સ્થાનિક અનેઘરમા કેટલાક ઉપચાર તેના માટે રહેલા છે. જેના ભાગરૂપે પપ્પૈયાના પાંદડાના રસનોઉકાળો બનાવીને આપવામા ંઆવે તે જરૂરી છે. રોગી વારંવાર ઉલ્ટી કરે તો સફરજનના રસમાં થોડાક પ્રમાણમાં લીંબુ મિક્સ કરીને પીવાની સ્થિતીમાં ફાયદો થાય છે. લિમડા અને તુલસીના ઉકાળાથી પણ ફાયદો થયા છે. કારેલાના રસમાં જીરૂ ભેળવીને પીવાની સ્થિતીમાં પણ ડેન્ગ્યુના દર્દીને ફાયદો થાય છે. ડેન્ગ્યુ ઉપરાંત બદલાતી સિઝનમાં ચિકનગુનિયા રોગ પણ ભારે આંતક મચાવે છે. આ રોગના લક્ષણ સામાન્ય રીતે ડેન્ગ્યુ જેવા જ છે. પરંતુ આમાં તાવ તેજ થઇને ૧૦૨થી ૧૦૪ સુધી પહોંચી જાય છે. ચામડી સુખાઇ જાય છે. જાેડમાં જાેરદાર પીડા રહે છે. ચક્કર આવવાની તકલીફ પણ રહે છે. ઉલ્ટી થવા જેવુ વારંવાર થાય છે. ચિકનગુનિયા થવાની સ્થિતીમાં પુરતી કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. ચિકનગુનિયાથી ગ્રસ્ત સગર્ભા મહિલાથી થનાર બાળકમાં ખામી રહેવાની શક્યતા રહે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો કેટલાક અંશે સિઝનમાં થતી તકલીફથી બચી શકાય છે. મચ્છરજન્ય રોગ હાલમાં ઘાતક છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button