નવી દિલ્હી

દિલ્હી બાદ અયોધ્યા સહિત યુપી ટાર્ગેટ પર, ૨૦ ત્રાસવાદી હોઇ શકે છે

સુરક્ષા સંસ્થાઓની ઉંઘ હરામ : વ્યાપક શોધખોળ જારી

 

નવી દિલ્હી,તા.૧૫
દેશમાં ૧૫થી ૨૦ ત્રાસવાદી હજુ સક્રિય હોઇ શકે છે. દિલ્હી બાદ અયોધ્યા સહિત ઉત્તરપ્રદેશમાં હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. હુમલાના ખતરાને ધ્યાનમાં લઇને સુરક્ષા સંસ્થાઓ એલર્ટ થઇ ગઇ છે. દિલ્હીમાં છ ત્રાસવાદીઓ પકડાઇ ગયા બાદ હાલત ખરાબ થઇ ગઇ છે. ત્રાસવાદી હુમલા કરવાની યોજના ધરાવે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કહ્યુ છે કે ત્રાસવાદીઓને પકડી પાડવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. ધરપકડ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓની વ્યાપક પુછપરછ કરવામાં આવી રહી છે. દેશમાં દિલ્હી સહિત મેટ્રો શહેરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના હતી. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓ દેશને હચમચાવી મુકવા માટે ઇચ્છુક હતા. ત્રાસવાદીઓની પાસેથી બે કિલો આરડીએક્સ , હેન્ડગ્રેનેડ, , બે ઇટાલિયન પિસ્તોલ તેમજ કારતુસ કબજે કરવામાં આવ્યા હતા. વિસ્ફોટકો દિલ્હીમાં લાવવામાં આવી રહ્યા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે કે આરડીએક્સ ભારતમાં પાકિસ્તાન થી લાવવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના અધિકારીએ કહ્યુ છે કે ત્રાસવાદીઓના એક મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
દેશમાં ત્રાસવાદી નેટવર્કને તોડી પાડવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા સંસ્થાઓ જાેરદાર રીતે સક્રિય દેકાઇ રહ્યા છે. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી હજુ કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button