નવી દિલ્હી

છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૧૭૬ કેસ, ૨૮૪ દર્દીના મોત થયા

દેશમાં કોરોના કેસમાં ફરી વધારો

 

નવી દિલ્હી,તા.૧૫
ભારતમાં કોરોનાના કેસમાં સતત ઉતારચઢાવની સ્થિતી રહેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૨૭૧૭૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૮૪ લોકોના મોત થયા છે. ૨૮૪ દર્દીના મોત સાથે મોતનો આંકડો વધીને ૪૪૩૪૯૭ સુધી પહોંચી ગયો છે. નવા કેસની સાથે જ કેસોની સંખ્યા ૩૩૧૬૭૫૫ સુધી પહોંચી ગઇ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૫૧૦૮૭ સુધી પહોંચી ગઇ છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નવેસરના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના ૧.૦૫ ટકા રહેલી છે. રિક્વરી રેટ વધીને ૯૭.૬૨ ટકા સુધી પહોંચી ગયો છે. ગઇકાલની તુલનામાં કેસોમાં સાત ટકાનો ફરી વધારો થયો છે.કેરળમાં કોરોનાના ૧૫૮૭૬ કેસ નોંધાયાછે. દેશમાં હવે જે કુલ કેસ નોંધાઇ રહ્યા છે તે પૈકી અડધાથી વધારે કેરળમાં નોંધાઇ રહ્યા છે.રિકવરી રેટમાં સતત સુધારો થઇ રહ્યો છે. સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. હવે મહારાષ્ટ્ર અને કેરળમાં જ વધારે કેસ નોંધાઇ રહ્યા છે. ૮૦ દિવસના ગાળા બાદ સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૧૧ ટકા પહોંચી ગયો છે. જે ત્રણ ટકા કરતા ઓછો છે. દેશમાં વેક્સીન લેનાર લોકોની સંખ્યા ૭૫.૮૦ કરોડથી ઉપર પહોંચી ગઇ છે. ભારતમાં હજુ સુધી ૫૪.૩૦ કરોડથી વધારે સેમ્પલના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.કોરોના કેસમાં સતત ફેરફારની સ્થિતી જાેવા મળી રહી છે. રિક્વરી રેટ ૯૭.૬૨ ટકા રહ્યો છે. ભારતમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૩.૭૪ લાખ નોંધાયેલી છે. જે કુલ અસરગ્રસ્ત લોકો પૈકી ૧.૦૫ ટકા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારમાં આંકડા જારી કરવામાં આવ્યા હતા. દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા ખુબ જાેરદાર રીતે ઝડપથી ચાલી રહી હોવા છતાં દેનિક કેસો હજુ પણ ૩૦ હજારથી વધારે આવી રહ્યાછે. સાથે સાથે દરરોજ મોતનો આંકડો પણ સેંકડો લોકોમાં છે. વેક્સીનેેશનનો આંકડો હવે ૭૫ કરોડના આંકડાને પાર કરી ગયો છે. કેરળમાં કોરોના કેસમાં સતત વધારો રહ્યો છે. વેક્સીનેશન કેરળમાં ખુબ તેજ હોવા છતાં કેસો વધી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button