Anand

બીએલએલ મહેકમના કર્મીઓનો બે માસથી પગાર ના થતાં રોષ

આણંદ, તા. ૨૧
આણંદ જિલ્લા પંચાયત હસ્તકના બીએલએલ મહેકમમાં આઉટસોર્સિગ ફરજ બજાવતા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કલાર્ક સહિતના કર્મચારીઓને તહેવાર ટાણે છેલ્લા બે માસથી ગ્રાન્ટના અભાવે પગાર કરવામાં ન આવતાં કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
આણંદ જિલ્લા પંચાયત હસ્તકની બી.એલ.એમ મહેકમ હસ્તકની આઇ.આર.ડી. શાખામાં ફરજ બજાવતા સિનિયર કલાર્ક, નાયબ હિસાબનીશ, વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક, પટાવાળા અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતના કકર્મચારીઓને જુલાઇ અને ઓગસ્ટ માસનો પગાર આજદિન સુધી થયો નથી. જેના કારણે તેઓનું ગુજરાન મુશ્કેલ બન્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમયસર ગ્રાન્ટ ફળવાતી ન હોવાથી કર્મચારીઓને સમયસર પગાર મળતો નથી. છેલ્લા બે માસથી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. આથી સોમવારે આઇઆરડી શાખામાં ફરજ બજાવતા કર્મીઓએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને સમયસર પગાર કરવાનીમાંગ કરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button