આણંદ

આણંદ એસ.ટી. ડેપોમાંથી તારાપુર-સોજીત્રા પંથકના રૂટો ન હોવાથી વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ મુસાફરી કરવાનો વખત

તારાપુર અને સોજીત્રામાંથી મોટી સંખ્યામાં વેપાર ધંધા માટે લોકો આવે છે પરંતુ એસ.ટી. રૂટો શરૂ ન કરાતા લોકોને ભારે હાલાકી

એક-એક કલાકની રાહ જાેય બાદ પણ બસમાં જગ્યા મળતી નથી : વિદ્યાર્થી
હું રોજ તારાપુરથી આણંદ અભ્યાસ કરવા માટે રોજ આવું છું. સવારે તારાપુરથી આવવા માટે બસ મળી જાય છે પરંતુ બપોરે આણંદથી માત્ર બે બસ હોવાના કારણે બસ સ્ટેન્ડમાં એક કલાક જેટલો સમય બસમાં ભારે ભીડ થવાના કારણે ઉભા રહેવાની પણ જગ્યા ન મળતા ખાનગી વાહનનો સહારો લેવો પડે છે.

અનેક વાર રજુઆત કરી હોવા છતાં પ્રશ્ન ઠેરનો ઠેર
તારાપુર ગામના વિદ્યાર્થીઓ અને મુસાફરો દ્વારા આણંદ એસટી ડેપોમાં અને તારાપુર ડેપોમાં પણ હાલમાં એસટી રુટો નિયમિત કરી દેવા તેમજ બંધ કરેલા રુટો પુનઃ શરુ કરવા માટે ડેપો મેનેજરોને લેખિતમાં રજુઆતો આપી છે અને આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી. આગામી દિવસોમાં આ પ્રશ્ન હલ નહી થાય તો આંદોલન કરવામાં આવશે.
આણંદ, તા. ૨૧
તારાપુર અને સોજીત્રા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આણંદ ખાતે અવર જવર કરતા હોય છે પરંતુ કોરોના કાળ દરમિયાન મોટા ભાગના એસટી રુટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાંથી માંડ દસ ટકા જ રુટો શરુ કરવામાં આવ્યા છે.જેથી તારાપુરની પંથકની જનતાને અવર જવર કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આણંદ એસટી ડેપોમાંથી ઉપડતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો બેસવા માટે પડાપડી કરતા જાેવા મળે છે અને બસમાં ઘેટા બકરાની જેમ મુસાફર ભરેલા હોય છે. જેના કારણે સંક્રમણ વધવાનો પણ ખતરો વધી ગયો છે. ત્યારે આણંદ એસટી ડેપો દ્વારા તાત્કાલિક સોજીત્રા અને તારાપુર પંથકના નિયમિત રુટો અગાઉની જેમ શરુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પાણી છે.
આણંદ સોજીત્રા, તારાપુર માર્ગ પર સુણાવ, પીપળાવ સહિતના મોટા ગામો આવેલા છે તેમજ તારાપુર અને સોજીત્રામાંથી મોટી સંખ્યામાં લોકો અવર કરે છે. પરંતુ હાલમાં એસટી ડેપો દ્વારા પુરતા રુટો દોડાવવામાં આવતા નથી. જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શાળા કોલેજ છુટવાના સમયે માત્ર એક જ રુટ ચાલુ હોવાથી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરેલા જાેવા મળે છે. તો વિદ્યાર્થીઓ પણ બસમાં બેસવા માટે પડાપડી કરી રહ્યા હોય છે. જેના કારણે ક્યારેક દુર્ઘટના બનવાની સંભાવના છે. જે બાબતે તારાપુર અને સોજીત્રાના આગેવાનોએ આણંદ એસટી ડેપોમાં એસટી રુટ વધારવા માટે રજુઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળે છે. પેટલાદ ડેપોના તમામ રુટ ચાલુ છે. જ્યારે અન્ય ડેપોના રુટોમાં કાપ મુકવામાં આવ્યો હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button