આણંદ

ઉતરસંડા પાસે બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણને ઈજા

આણંદ, તા. ૨૧
ઉત્તરસંડા પાસે બે રિક્ષા અથડાતાત્રણ વ્યક્તિઓને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજા થઈ હતી. ભુમેલમાં રહેતા મહેન્દ્રભાઈ પરમાર પોતાના કાકાના દિકરા સાથે રીક્ષા લઈ ખેડા મેલડી માતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. દર્શન કરી ભૂમેલ પરત આવવા નીકળ્યા હતા, દરમિયાન નડિયાદ ડી-માર્ટ પાસેથી બે પેસેન્જરને બેસાડી ભૂમેલ તરફ જતા હતા, જ્યાં બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ઉતરસંડામાં ટાઈલ્સની દુકાનની પાસે આવેલા વળાંક તરફથી ચકલાસીથી નડિયાદ તરફ સી.એન.જી. નં. જી.જે. ૦૭, એ.ટી.૭૬૯૦ના ચાલક પુર ઝડપે આવતો હતો. અચાનક તેની રીક્ષાનું ટાયર ફાટી જતા એકદમ ટર્ન મારી મહેન્દ્રભાઈની રીક્ષા સાથે અકસ્માત સર્જ્‌યો હતો. જ્યાં તેમની રીક્ષા રીક્ષા ડિવાઈન્ડર તરફ નમી ગઈ હતી. આસપાસના લોકોએ આવી રીક્ષા ઉભી કરી હતી. અકસ્માતમાં મહેન્દ્રભાઈ, તેમની અને અકસ્માત સર્જનારી રીક્ષામાં બેઠેલા ૨ મહિલાઓ એમ કુલ ૩ને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે મહેન્દ્રભાઈએ આ મામલે ઉપરોક્ત રીક્ષાચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button