ટૉપ ન્યૂઝઆણંદગુજરાત

આણંદની યુવતી ઉપર દુષ્કર્મ ગુુજારનાર શિક્ષિત હોય જેને લઈને પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા છે

આણંદ, તા. ૨૨
આણંદમાં ડોકટર, વકીલ અને ફોટોગ્રાફરે યુવતીના નગ્ન ફોટા તથા વીડિયો ઉતારી બ્લેકમેલ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની હતી. જેને લઈ આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વ્યાવસાયિકો આ કલંકિતતાને ધૃણાસ્પદ રીતે વખોડી રહ્યા છે. સમગ્ર પંથકમાં પીડિત યુવતીએ દુષ્કર્મી હવસખોરોને પકડવા કરેલી હિંમતને લોકપ્રશંસા પણ મળી રહી છે. સમાજમાં ઉજળો ચહેરો ઓઢી કાળા કામ કરતા હવસખોરોને ઝડપવા આ યુવતીએ હિંમત બતાવી છે. જાેકે, પોલીસ ૪ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી કોઈ જ મહત્વની વિગતો કઢાવી શકી નથી.
આણંદ જિલ્લામાં દેહભુખ્યા હવસખોરોએ એક યુવતીની જિંદગીને નર્ક બનાવી દીધી હતી. તેના શરીરને ચૂંથી પોતાની હવસ સંતોષતા આ નરાધમોની કાળી કરતૂતો અને બ્લેકમેલિંગથી તંગ આવી ગયેલી યુવતીએ બદનામીના ડરને હડસેલો મારી પોલીસની મદદ લીધી હતી અને ત્રણેય હવસખોર નરાધમોને પોલીસ હવાલે કરાવી દીધા છે. પોલીસે અમદાવાદના પ્રદ્યુમનસિંહ બીપીન ગોહિલ તથા તેના મિત્ર સંદીપ ચંદ્રશેખર તરકે અને ડો. મેહુલ મણી પ્રજાપતિ (રહે.દેદરડા, પ્રજાપતિવાસ) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ નરાધમોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૪ દિવસના રિમાન્ડ આપ્યાં હતા, જે આવતીકાલે પૂર્ણ થશે.
બીજી તરફ બોરસદના તબીબ પાસે પોતાની બાની સારવાર કરવા પહોંચેલી પીડિત યુવતીની બદનામી પણ તબીબી પાસે ફોટા અને વીડિયો મારફત પહોંચી જતા. આ તબીબે પણ યુવતીને બ્લેકમેલ કરી પોતાની હવસ સંતોષી હતી. મહત્વનું છે કે, તબીબ મેહુલ પ્રજાપતિએ તેની ફરજના સ્થળે જ એક રૂમમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે યુવતીને અવાર-નવાર શરીરસંબંધ બાંધી તથા શારીરીક અને માનસિક ત્રાસ આપતાં હતા. જેથી યુવતીએ ફોટોગ્રાફર સંદીપ તકરે તેના વકીલ મિત્ર પ્રદ્યુમનસિંહ ગોહિલ અને તબીબ ડૉ. મેહુલ પ્રજાપતિ ઉપર ફરિયાદ નોંધાવી હતી. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ત્રણે શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.
આ અંગે તપાસ અધિકારી એલ.ડી.ગમારા સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ સુધી આરોપીઓના રિમાન્ડ દરમ્યાન પોલીસે ત્રણેયના ઘરની તપાસ કરી પણ કાંઈ જ વાંધાજનક મળી આવ્યું નથી. ડૉકટર પાસે વીડિયો કલીપ અને ફોટા ક્યાંથી આવ્યાં તે અંગે પણ કાંઈ જાણવા મળ્યું નથી. જાેકે આ બનાવને સુલઝાવવા ટેક્નીકલ સપોર્ટ સૌથી મહત્વનો છે. જે દ્વારા અમે આગળ વધી રહ્યા છીએ. તપાસ પૂર્ણ થયે ચોક્કસ બાબત જણાવીશું. જાેકે, કેસની ગંભીરતા જાેઈને વધુ પુરાવા એકત્ર કરવા વધારાના રિમાન્ડ મેળવવા પણ આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થતાં વિચારીશું.
યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આર્ચયુ હતું
મહત્વનું છે કે, ફોટોગ્રાફર સંદીપ તરકે અપરણિત છે. લગ્ન સમારંભમાં આ યુવતીને મળ્યા બાદ તેની સાથે દોસ્તી કરી અને લગ્ન કરવાના સુંવાળા સ્વપ્ન બતાવી તેના દેહને ચૂંથ્યો હતો. તેમજ તેનો વીડિયો ઉતારી અને ફોટા પાડી લઈ યુવતીને બ્લેકમેલિંગ કર્યું હતું. વળી આ બાદ બીજું ષડયંત્ર રચી તેના વકીલ મિત્રને પણ ઐયાશી કરાવી હતી. બન્ને નરાધમો યુવતીને બ્લેકમેલિંગ કરી યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર પોતાની હવસ સંતોષતા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button